Magshar Poonam News: હિન્દુ ધર્મમાં પૂર્ણિમાના દિવસને ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પૂનમના દિવસે, ચંદ્ર સંપૂર્ણ હોય છે અને સૂર્ય અને ચંદ્ર સંયોગમાં હોય છે. તેના ઉપર કેટલાક મહિનાની પૂર્ણિમાને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે માગશર માસની પૂર્ણિમાનો દિવસ પણ તેમાં સમાવિષ્ટ છે. માગશર મહિનો ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિય મહિનો છે. આ મહિનાની પૂનમ( Magshar Poonam News )ના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે. એવું માનવામાં આવે છે કે માગશર મહિનાથી સત્યયુગની શરૂઆત થઈ હતી.
મહિલા, વૃદ્ધ અને બાળકોએ દર્શન કરી ધન્યતા અનુભવી
આજે યાત્રાધામ દ્વારકા અને યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી પરોઢથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાનાં દર્શને પૂનમ દરમ્યાન લાખો માઈ ભક્તો દર્શનાર્થે આવે છે. જેને લઈ વહીવટી તંત્ર, મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.તો બીજી તરફ સમગ્ર લોકના નાથ એવા દ્વારિકાધીશના મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.જેમાં દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં આજે પૂર્ણિમાના દિવસે ભકતોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
ઠંડીમાં લોકોએ ગોમતી સ્નાન કર્યું
ગુજરાતમાં હાલમાં ગુલાબી ઠંડી પડી રહી છે.ત્યારે આવી ગુલાબી ઠંડી વચ્ચે પણ ભક્તો કાલીયા ઠાકરના દર્શન કરવા માટે દ્વારકા પહોંચ્યા હતા.અને મધરાતથી જ લાઈનમાં ગોઠવાઈ ગયા હતા તેમજ ભક્તોએ આવી ઠન્ડીમાં પણ ગોમતી સ્નાન કર્યું હતું.કારણકે પૂનમના દિવસે ગોમતી સ્નાનનો વિશેષ મહિમા રહેલો છે.
પૂનમના દિવસે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર
યાત્રાધામ પાવાગઢમાં આજે માગશર માસની પૂનમ હોવાથી મોટી સઁખ્યામા ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા જેમાં રોપવેમાં પણ લાંબી લાઈનો જોવા મળી હતી.તો કેટલાક લોકો ડુંગર ચડીને માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube