ચારધામ જનારા શ્રદ્ધાળુઓ માટે સૌથી મોટા સમાચાર; યાત્રાએ જતા પહેલા ખાસ જાણી લેજો, સરકારની આ ગાઇડલાઇન

Char Dham Yatra 2024 Registration: ઉત્તરાખંડ ચારધામ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યું છે. યુપી, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી સહિતના ચાર ધામોની મુલાકાત લેતા યાત્રાળુઓ હવે જાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.

સરકારે રજીસ્ટ્રેશન માટે મહત્તમ સંખ્યા નક્કી કરી છે
ચાર ધામ યાત્રા તારીખ 10મી મેથી શરૂ થવા જઈ રહી છે અને આ માટે બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવી રહ્યું છે. જો કે, આ દરમિયાન સરકારે નોંધણીની મહત્તમ સંખ્યા નક્કી કરવામાં આવી છે. સરકાર દ્વારા નિર્ધારિત માપદંડો મુજબ, યમુનોત્રી- 9 હજાર, ગંગોત્રી- 11 હજાર, કેદારનાથ- 18 હજાર અને બદ્રીનાથ- 20 હજાર શ્રદ્ધાળુઓ દરરોજ રજીસ્ટ્રેશન કરી શકશે.

અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને હેલિકોપ્ટરનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થયા પછી કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવા માટે બુકિંગ પણ 20 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે. તમે તેની સતાવાર વેબસાઇટ https://heliyatra.irctc.co.in/ પર જઈને હેલિકોપ્ટર સેવા બુક કરી શકો છો.

રજીસ્ટ્રેશન વિના ચારધામ જવા દેવામાં આવશે નહીં
આ વખતે સરકારે નોંધણી માટે કડક કાયદા બનાવ્યા છે અને જો ચારધામ રજીસ્ટ્રેશન નહીં થાય તો યાત્રાળુઓને ચારધામ જવા દેવામાં આવશે નહીં. સાથે જ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ તેની સત્તાવાર વેબસાઇટ https://badrinath-kedarnath.gov.in પર આ વર્ષની યાત્રા દરમિયાન ઓનલાઈન પૂજાનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બુકિંગ 15 એપ્રિલથી 30 જૂન સુધી શરૂ કરી દેવામાં આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ, ગયા વર્ષે કેદારનાથ ધામમાં 20,000 થી વધુ શ્રદ્ધાળુઓએ ઓનલાઈન પૂજા બુક કરાવી હતી.

ચાર ધામના કપાટ ખોલવાની તારીખો
કેદારનાથ-બદ્રીનાથ સહિત ચાર ધામના દરવાજા ખોલવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. કેદારનાથ ધામના દરવાજા 10 મેના રોજ સવારે 7 વાગ્યે ભક્તો માટે ખોલી દેવામાં આવશે.ચમોલી જિલ્લામાં સ્થિત ભગવાન વિષ્ણુને સમર્પિત બદ્રીનાથ ધામના દરવાજા તારીખ 12મી મેના રોજ બ્રહ્મમુહૂર્તના દિવસે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. બસંત પંચમીના દિવસે બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી હતી. જ્યારે અક્ષય તૃતીયાના દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર ખુલશે.