અઢારમાં માળેથી નીચે પડ્યો ચાર વર્ષનો બાળક- થયો એવો ચમત્કાર કે બચી ગયો જીવ

જાકો રાખે સૈયાં, માર શકે ના કોઈ… એવું કહેવાય છે, કે ભગવાન જેને બચાવવાં માંગે છે તેને કોઈ મારી શકતું નહીં. માત્ર 4 વર્ષનાં બાળકની સાથે પણ આવું જ બન્યું હતું. બાળક 18 માં માળ પરથી એનાં ફ્લેટની બારીમાંથી નીચે પડી ગયું, પરંતુ ચમત્કારિક રીતે બચી ગયો.

ચીનમાં આવેલ હુબેઇ પ્રાંતનાં શીયાંગ્યાંગમાં એક 4 વર્ષનો બાળક તેનાં ઘરે એકલો જ હતો. માતાપિતા ઘરની બહાર હતાં. તે પલંગ પર ચઢ્યો હતો અને કુલ 180 ફુટ નીચે ગયો હતો. આ ઘટના 6 ઓગસ્ટનાં રોજ બની છે.

ડેલી મેલનાં સમાચારોનાં અનુસાર ડોકટરોએ જણાવ્યું, હતું કે નીચે ઝાડ પર પડી જવાથી તે બચી ગયો હતો પરંતુ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પરંતુ તેની હાલત સ્થિર છે.

ગંભીર રીતે ઘવાયેલ બાળક તેની દાનીદી સાથે રહેતો હતો. કારણ કે તેના માતાપિતા બીજા શહેરમાં નોકરી કરે છે. બાળક એકલો રમતો હતો ત્યારે એ બારીમાંથી નીચે પડી ગયું હતું. તેની દાદી ઘરનો સામાન લાવવા માટે બહાર ગઈ હતી.

બાળકનાં માતાપિતાને તાત્કાલિક ફોન કરવામાં આવ્યો હતો. બાળકનાં પિતાએ જણાવ્યું હતું, કે મારી માતા આઘાતમાં છે. તે કંઇ પણ કરવા માટે અસમર્થ હતી પરંતુ કેટલાક અજાણ્યા લોકો એમ્બ્યુલન્સ દ્વારા બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા.

હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું, કે એને ઘણી જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળક ICU માં છે પરંતુ તેની હાલત ઘણી ગંભીર છે. બાળકની સારવાર કરનાર ડો.ચેનશીએ જણાવતાં કહ્યું, કે તે કોઈ ચમત્કારથી ઓછું નથી.

બાળકની માટે તાત્કાલિક ઇમર્જન્સી પ્રોટોકોલ બનાવવામાં આવ્યો હતો. બાળકની સર્જરી કરવા માટે કુલ 6 જુદા-જુદા વિભાગનાં નિષ્ણાંત તબીબો પણ હાજર રહ્યા હતા. શસ્ત્રક્રિયા પછી કુલ 3 દિવસ પછી બાળકની હાલતમાં ઘણો સુધારો થવા લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *