રાજકોટના બે શખ્સોને પોલીસે 100 પેટી અને અધધધ… આટલા લાખના દારૂ સાથે ઝડપી પડ્યા

દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને પકડી પાડવામાં હવે પોલીસને સફળતા મળી રહી છે. આ દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા કુવાડવા ચોકડી નજીકથી 100 પેટી વિદેશી દારૂ ભરેલા વાહન સાથે રાજકોટના બે શખ્સને પકડી પાડવામાં આવ્યા હતા. બંનેની પૂછપરછમાં જ્યાંથી દારૂનો જથ્થો લઇ આવ્યા તે સ્થળની વિગત આપી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ત્યાં દરોડો પાડી વધુ 14.20 લાખની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો છે.

જાણવા મળ્યું છે કે, કુવાડવા ચોકડીથી વાંકાનેર તરફ જવાના રસ્તેથી વિદેશી દારૂ ભરેલી એક પિકઅપ વાન પસાર થઇ રહી હોવાની સિટી એસીપી ક્રાઇમ બ્રાંચના એએસઆઇ આર.કે.જાડેજા, ચંદ્રસિંહ જાડેજાને માહિતી પ્રાપ્ત થઇ હતી. જેના આધારે વોચ ગોઠવવામાં આવી હતી અને રાણપર ગામના પાટિયા પાસેથી પિકઅપ વાનને અટકાવવામાં આવી હતી. માહિતી મુજબ પિકઅપ વાનની તલાશી લેતા 4.80 લાખની કિંમતની વિદેશી દારૂની 1200 બોટલ (100 પેટી) મળી આવી હતી.

જેથી વાહન સાથે રાજકોટના નવા થોરાળામાં રહેતા નીતિન વિનુ વાઘેલા અને મહેન્દ્ર દિનેશ પરમારની અટકાયત કરવામાં આવી હતી. બંનેની પ્રાથમિક પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો નવા એરપોર્ટ પાછળ આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના ડોસલી ઘુનાના વાડી વિસ્તારમાં ચોટીલાના શખ્સની વાડીમાંથી લઇ આવ્યાની અને ત્યાં વિદેશી દારૂ ભરેલી ટ્રક ખાલી થઇ રહી હોવાની કબુલાત કરી હતી. જેના આધારે તુરંત પોલીસ ટીમ દ્વારા ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત મળી માહિતી મુજબ, ડુંગરોની વચ્ચે આવેલી વાડીએ પોલીસ પહોંચી તે પહેલા ત્યાં હાજર શખ્સો ફરાર થઇ ગયા હતા. જ્યારે વાડીમાં તલાશી લેતા અહીંથી 14.21 લાખની કિંમતની વિદેશી દારૂની 3552 બોટલ (296 પેટી) જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત વાડીમાંથી ટ્રક, ટ્રેક્ટર, કાર પણ મળી આવી હતી. બીજો દરોડો સુરેન્દ્રનગર જિલ્લાના નાની મોલડી પોલીસમથકના વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો જ્યાંથી 32 લાખનો મુદ્દામાલ કબજે કરી નાની મોલડી પોલીસને સોંપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *