મોસાળે માં પીરસનારી હોવાનો PM મોદીનો માત્ર ઢોંગ- ગુજરાતમાં ઘટ છતાં ઓક્સીજન મધ્યપ્રદેશ કેન્દ્રનો મોકલવા આદેશ

સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને ઘણા લોકો કોરોનાના ભરડામાં આવી ચુક્યા છે. ત્યારે સમગ્રે ગુજરાતમાં નથી કોઈને હોસ્પીટલમાં બેડ…

સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને ઘણા લોકો કોરોનાના ભરડામાં આવી ચુક્યા છે. ત્યારે સમગ્રે ગુજરાતમાં નથી કોઈને હોસ્પીટલમાં બેડ મળતા કે નથી ઓક્સીજન પુરતો મળતો, જેને લીધે કેટલા દર્દીઓ હોસ્પિટલ પહોચે એ પેલા જ મૃત્યુ પામે છે. ત્યારે સુરતમાં ‘ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો’ જેવી પરિસ્થિતિ સર્જાણી છે.

સુરત શહેરમાં એક બાજુ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને હોસ્પીટલના બેડ ફૂલ થય રહ્યા છે અને ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે જેમને લીધે ઘણા દર્દીઓ મોત ને ભેટી ચુક્યા છે તો હજારો દર્દીઓના જીવ જોખમમાં મૂકી ગયા છે. ત્યારે કેન્દ્ર સરકારે ‘ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો’ જેવું કાર્ય કર્યું છે. સરકાર દ્વારા સુરત શહેરમાં  ખાતે આવેલ આઇનોક્સ કંપનીમાંથી 90 મેટ્રિક ટન મળીને કુલ 120 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો મધ્યપ્રદેશમાં મોકલવા કેન્દ્ર સરકાર દ્વારા આ કલેકટર શ્રી ને આદેશ આપવામાં આવ્યો  છે.

કોરોનાની આ ગંભીર પરિસ્થિતિમાં શહેરમાં 2 દિવસથી ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને ઓક્સીજન મેળવવાના ફાફા પડી રહ્યા છે અને સરકારી હોસ્પીટલમાં 225 મેટ્રિક ટન માંથી માંડ માંડ 160 ટન જેટલો ઓક્સીજન પૂરો પાડવામાં આવે છે. જેમને કારણે દર્દીઓની હાલત ખુબ જ ગંભીર બની છે. સરકાર માટે આ બાબત સામાન્ય હોય તેવી રીતે સુરતમાં સપ્લાય કરવામાં આવતો ઓક્સિજનના જથ્થાનો સપ્લાઈ અટકાવી બીજા રાજ્યોને પહોચાડવામાં આવી રહ્યો છે જેમને કારણે સુરતની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાત રાજ્યમાં અલગ અલગ શહેરમાં જેમ કે ધાંગધ્રા, વડોદરા અને હજીરા ખાતે ઓક્સીજન પ્લાન્ટ ધરાવતી આઈનોક્સ કંપનીને કેન્દ્ર સરકાર દ્વારા 10 મેટ્રિક ટન જેટલો ઓક્સિજનનો જથ્થો મધ્ય પ્રદેશ રાજ્યમાં મોકલવા માટે સુચના આપવામાં આવી છે. ત્યારે સુરતના હજીરા વિસ્તારમાં આવેલ આઈનોક્સ કંપનીએ સુરતમાં ઓક્સીજનની સપ્લાય અટકાવીને 90 મેટ્રિક ઓક્સીજનનો જથ્થો મધ્ય પ્રદેશને આપવામાં આવશે.

જેને કારણે તેમની સીધી અસર સુરત શહેર અને સુરત જીલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં જોવા મળી રહી છે.આઈનોક્સ કંપનીના હજીરા સિવાયના બે પ્લાન્ટ ઓક્સિજનનું ઓછું ઉત્પાદન કરતા હોવાને કારણે મોટા ભાગનો જથ્થો હજીરા પ્લાન્ટ દ્વારા મોકલવામાં આવી રહ્યો છે. ઓક્સીજ્જનો આ જથ્થો સમયસર અને યોગ્ય રીતે સુરત જિલા કલેકટર અને એસપીને સોપી દેવામાં આવેલ છે.

સુરત શહેરમાં કોવીડ દરમ્યાન ડ્યુટી બજાવતા સ્પેશીયલ ઓફિસર તરીકે ફરજ બજાવતા એમ થેન્નારસને વહીવટી તંત્રને આદેશ કરતા કહ્યું હતું કે જ્યાં સુધી સુરતની 120 મેટ્રિક ટનની માંગણી કરવામાં આવી છે તે મુજબ કંપનીમાંથી જથ્થો ફાળવવામાં ન આવે ત્યાં સુધી અન્ય બીજી જગ્યાએ ઓક્સીજનની સપ્લાય ન થવી જોઈએ. આ આદેશને લીધે ડેપ્યુટી કલેકટર આર.આર.બોરડ , ફૂડ અને ડ્રગ્સના અધીકારી આર.એમ પટેલ સહીત અધિકારીઓની ટુકડી પોલીસ બંદોબસ્ત સાથે કંપનીમાં ઘુસી ગઈ હતી. અને અન્ય બીજે સપ્લાય થતો ઓક્સિજનનો સપ્લાય હાલ અટકાવી દીધો છે.

આ કારણે આ કંપનીના બબાલ થઈ હતી અને સાથે જ નવસારી, વડોદરા,વ લસાડ અને મધ્યપ્રદેશમાં સપ્લાય કરવામાં આવી રહેલા જથ્થાને અટકાવી દેવામાં આવ્યો હતો. ફક્ત આટલું જ નહિ પરંતુ આ કંપનીએ નાઈટ્રોજન અને આર્ગેનનો જથ્થો પણ અટકાવીને સુરત શહેર માટે જથ્થો એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *