સુરતના વેડરોડમાં ધમધમતું જુગારધામ ઝડપાયું- લાખોના મુદ્દામાલ સહીત 9 પટેલયાઓ ઝડપાયા

હાલમાં રાજ્યના સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં શ્રાવણીયો જુગાર ઠેર-ઠેર ધમધમી રહ્યો છે કે, જેના પર લાલ આંખ કરીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે શહેરના વેડરોડ, પ્રણામી કોર્પોરેશન, પ્લોટ નં.બી/17 ના બીજા માળે આવેલ ખાતામાં જુગાર રમતા એમ્બ્રોઈડરીના ખાતેદાર સહિત 9 લોકોને પોલીસ દ્વારા 10.54 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે.

આ જુગારીઓની વિરુદ્ધ કોવીડ-19 મહામારી વચ્ચે લોકોના સ્વાસ્થ્યમાં ચેપીરોગ ફેલાય તેની બેદરકારી રાખી એકત્ર થઇને તથા સોશીયલ ડિસ્ટન્સીંગનુ પાલન ન કરીને તેમજ માસ્ક ન પહેરીને 4 કરતા વધુ લોકોએ ભેગા થઇ જાહેરનામાનો ભંગ કરવા બદલની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાતમીના આધારે પાડી રેડ:
ચોક બજાર પોલીસ જણાવે છે કે, વેડરોડ પ્રણામી કોર્પોરેશનના પ્લોટ નંબર B-17 ના બીજા માળે ખાતામાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળ્યા પછી પોલીસે રેડ પાડતા કુલદીપભાઇ કિશોરભાઇ પટેલ જુગારધામ ચલાવી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

27 ગંજીપાના પકડાયા:
પોલીસ દ્વારા આ જુગારધામમાંથી જુગાર રમવાના સાધનો, રોકડ 1,91,480 ની રકમ, દાવ માં મુકેલ રોકડા 4000 તથા દાવના રોકડા રૂપિયા 12,000 મળીને એમ કુલ રોકડ 2,07480 તથા મોબાઇલ ફોન નંગ.9 કિંમત રૂપિયા 2,19,000 તથા બાઇક નંગ.5 તથા ફોર વ્હીલ ગાડી નંગ.1 કુલ કિંમત રૂપિયા 6,30,000 ની સાથે જ લાઇટબીલ 27 ગંજીપાના ની કેટ, વેલવેટની ચાદર મળીને આ બધો મુદ્દામાલ 10,56,480 જપ્ત કરવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓનાં નામ:
1. ફ્લેટ નં.એચ/202, ગોપીનાથ રેસીડન્સી, શ્રીરામ ચોકડી નજીક રહેતા તેમજ મુળ રૂપાવટી ગામ તા.જસદણ જી.રાજકોટનાં કુલદીપભાઇ કિશોરભાઇ પટેલ

2. ફ્લેટ નં.બી/203, વાસ્તુકલા એપાર્ટમેન્ટ, સીંગણપુર ચાર રસ્તા, કતારગામમાં રહેતા તેમજ મુળ નોંઘણવદર ગામ તા.પાલીતાણા જી.ભાવનગરનાં ભરતભાઇ કાળુભાઇ પટેલ

3. ફ્લેટ ન.સી/104, સિધ્ધીવિનાયક એપાર્ટમેન્ટ, સીંગણપુર ગામમાં રહેતા તેમજ મુળ, સીયાનગર ગામ તા.ગઠડા જી.બોટાદનાં પરેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલ

4. ફ્લેટ એચ/202, ગોપીનાથ રેસીડન્સી, શ્રીરામ ચોકડી પાસે, અમરોલી તેમજ મુળ. રૂપાવટી ગામ તા.જસદણ જી. રાજકોટનાં રવિન્દ્રભાઇ કિશોરભાઇ પટેલ

5. ઘર નં.8, ગાયત્રીનગર સોસાયટી, ડભોલી રોડમાં રહેતા તેમજ મુળ.સીયાનગર ગામ તા. ગઠડા જી.બોટાદનાં નિલેશભાઇ લવજીભાઈ લખાણી

6. ઘર નં.18, શાંતીનગર સોસાયટી, ડભોલી ચાર રસ્તામાં રહેતા તેમજ મુળ. મેઘવદર ગામ તા.વલ્લભીપુર જી.ભાવનગરનાં ભાવેશભાઇ ખોદાભાઇ ભાયાણી

7. ફ્લેટ 27, અભિષેક એપાર્ટમેન્ટ, સુદામાચોક, મોટા વરાછામાં રહેતા તેમજ મુળ. સીયાનગર ગામ તા.ગઠડા જી.બોટાદનાં નીતીનભાઇ હરજીભાઇ લખાણી

8. ધર ન.એ/34, વલ્લભનગર સોસાયટીમાં રહેતા તેમજ મુળ.સીયાનગર ગામ તા.ગઠડા જી.બોટાદનાં જયેશભાઇ ભીખાભાઇ લખાણી

9. ઘર નં.29, મહેતાનગર સોસાયટી, વિષ્ણુનગરની બાજુમા, સીંગણપુર ચાર રસ્તા નજીક રહેતા તેમજ મુળ.લખીયાણી ગામ તા.જી.બોટાદનાં મીતુલભાઇ રજનીશભાઇ રાવલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *