સ્પામાં દારૂની મહેફિલમાં મસ્ત યુવક-યુવતી અચાનક કાચની બોટલે ઝઘડી પડ્યા, જયારે ઈજાગ્રસ્ત યુવતીને રાજકોટ સિવિલમાં લઇ ગયા ત્યારે…

આજે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યુ ડે સ્પામા દારૂની મહેફિલ અંગે બોલાચાલી થઈ હતી ત્યારબાદ આ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. તો…

આજે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યુ ડે સ્પામા દારૂની મહેફિલ અંગે બોલાચાલી થઈ હતી ત્યારબાદ આ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. તો બીજી બાજુ સારવાર અંગે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ યુવતીએ હોસ્પિટલ ખાતે પણ ધમાલ મચાવી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા new day spaમાં શનિવારની સાંજે કેટલાક યુવક અને યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં અંદરોઅંદર મારામારીની ઘટના ઘટી હોવાનું પણ જાણવા મળ્યું છે.

મળતી વિગતો મુજબ, આ દરમિયાન કાચની બોટલ વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. 

આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યૂ ડે સ્પામાં દારૂની મહેફિલમાં બોલાચાલી થતાં અંદરોઅંદર મારામારીની ઘટના બની છે. આ દરમિયાન પ્રાથમિક તપાસમાં ત્રણ યુવતી સહિત કુલ ચાર લોકો નશાની હાલતમાં મળી આવતા તેમની વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર ઘટનામાં ઇમરાન સહિતના શખ્શો માર મારી ભાગી ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હાલ ઇમરાન કોણ છે અને ખરેખર તેણે માથાકૂટ કરી હતી કે કેમ તે અંગે હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે કેટલા આરોપીઓ વિરુદ્ધ કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે તે જોવું રહ્યું. હવે આ સાથે જ આરોપીઓ પોલીસની ગિરફતમાં કેટલા સમયમાં આવી જાય છે અને તેમને કાયદાની કડવાણી ચખાડવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *