આપણે સૌ જાણીએ જ છીએ કે, આજનું યુવાધન અપરિપક્વતાના કારણે નાની ઉંમરે જાતીય આકર્ષણને પ્રેમ સમજી હીર-રાંઝા બનવાના સપના જોવા લાગે છે. પરંતુ ક્યારેક આ પ્રેમ મોતની રાહે પણ લઈ જતો હોય છે. પંચમહાલ જિલ્લામાંથી આવો જ સમાજ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 20 વર્ષની યુવતીને પ્રેમીએ દગો દીધાનો અહેસાસ થતા અને પોતાનો નંબર પ્રેમીએ બ્લોક કરી દેવાથી ખોટું લાગી જતા 7 પાનાની લાગણીથી ભરેલી સુસાઇડ નોટ લખી કેનાલમાં કુદકો મારી આત્મહત્યા કરી હતી.
હાલોલ તાલુકાના કોપરેજ ગામે રહેતા સુરેન્દ્રસિંહ શામળસિંહ પરમારના 6 સંતાન પૈકી બીજા નંબરની 20 વર્ષની કોલેજ કરતી યુવતી હેતલ જે હાલોલની એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ ઉપરાંત પુનામાં આવેલ ગુરુકુળમાં સોફ્ટવેરનો અભ્યાસ પણ કરતી હતી. યુવતી 25 જાન્યુઆરીના રોજ ઘરેથી કોલેજ જવા નીકળી હતી. પરંતુ બપોર પછી તેનો ફોન સ્વીચ ઓફ આવતા તેના મિત્રો તથા સંબંધીઓ દ્વારા પૂછપરછ કરી શોધખોળ કરવામાં આવી હતી. આ અંગે યુવતીના પિતાએ રામેશરામાં આવેલ નર્મદા કેનાલના સિક્યુરિટી અને હાલોલ પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થયા અંગેની જાણ કરી હતી.
એ દરમિયાન પરિવારજનોને જાણ થઈ કે, કાલોલ વિસ્તારના શક્તિપુરા ગામ નજીકની નર્મદા કેનાલના ગેટ નંબર 105 પાસે એક યુવતીની લાશ પાણીમાં તરતી દેખાય હતી. જેથી પરિવારજનો ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને યુવતીના કપડા પરથી તેના પિતાએ યુવતીની ઓળખ કરી હતી. જોકે, યુવતીના મૃતદેહના મોઢાનો ભાગ ખરાબ થઈ ગયો હતો. જે મૃતદેહ અંગે કાલોલ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલમાં આવવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળ્યું કે, પાણી પી જતાં શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયું હતું. ત્યારબાદ યુવતીનો મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો.
સામાન્ય આત્મહત્યાની ઘટના આ આખા પ્રકરણમાં વળાંક તો ત્યારે આવ્યો જયારે પરિવારજનો જ્યારે અંતિમવિધિ કરી ઘરે આવ્યા ત્યારે એક ભત્રીજાએ જણાવ્યું હતું કે, મૃતક યુવતીની બહેને પુનાથી એક વહોટ્સએપ ગૃપમાં સુસાઈડ નોટ મૂકી હોવાનું જણાવ્યું હતું. આ સુસાઇડ નોટ હેતલે અંગ્રેજીમાં લખી પોતે સુસાઈડ કરવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. તેના સુસાઈડ કરવાનું કારણ કોપરેજ ગામના એક યુવક નામે રાહુલકુમાર નગીનભાઈ સોલંકી સાથેની રિલેશનશિપ હોવાનું જણાવ્યું છે. તેણે લખ્યું છે કે, પ્રેમી રાહુલ ખોટી ખોટી વાતોમાં ફસાવતો હતો, તેને દરરોજ મળી શારીરિક સંબંધો બાંધતો હતો. જેને હું લવ સમજી બેઠી જ્યારે મેં તેના પર વિશ્વાસ કર્યો ઉપરાંત મેં તેના માટે કરિયર મારા પપ્પાના સપના બધું છોડી દીધું હતું. ઉપરાંત તેણે તેના અને મારા ફોટા અપલોડ કરી દીધા હતા. પરંતુ તેણે મારો ઉપયોગ કરીને બીજી યુવતી સાથે લગ્ન કરવા માટે મારી ગંદી વાતો કરી હતી. અને એક જ સેકન્ડમાં મને છોડી દીધી અને તારે જે કરવું હોય તે કરી શકે છે એવું કહ્યું હતું.
આમ યુવતીએ પોતાની સુસાઈડ નોટમાં પ્રેમી યુવક પર અનેક આરોપ લગાવી પોતે ગામમાં અને પોતાના કુટુંબમાં મોં બતાવવાને લાયક રહી નહી હોવાની બાબતો જણાવી પોતાના હાથે લખેલી સુસાઇડ નોટ પુના વોટ્સએપ ગ્રુપમાં શેર કરી આત્મહત્યા કરી હતી. આ સુસાઈડ નોટના આધારે યુવતીના પિતાએ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તરુણીને લગ્ન કરવાના સપના દેખાડી અવાર-નવાર મળી શારીરિક સંબંધો બાંધી અન્ય યુવતી મળતા મૃતક યુવતીને છોડી તેનો નંબર બ્લોક કરી મજબૂર કરી દેવાની દુષ્પ્રેરણા મુજબનો ગુનો દાખલ કર્યો હતો અને વધુ તપાસ માટે પ્રેમી યુવકની અટકાયત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle