Accident ViralVideo: મહેસાણાની સ્પર્શ વિલા સોસાયટીમાં એક હૃદય કંપાવી નાખે એવી ઘટના સામે આવી છે. સ્પર્શ વિલા સોસાયટીમાં કાર ચાલકે સાયકલ ચલાવતી 4 વર્ષની બાળકીને કચડી નાખી હતી. જેના કારણે બાળકીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. આ સમગ્ર મામલો(Accident ViralVideo) સોસયટીના સીસીટીવીમાં કેદ થયો હતો. આ અંગે બાળકીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ
મળતી માહિતી અનુસાર, મહેસાણાની સ્પર્શ વિલા સોસાયટીમાં 4 વર્ષીય દિશા પટેલ સાયકલ ચલાવી રહી હતી. આ દરમિયાન સોસાયટીના વળાંક પાસે એક કાર આવી હતી. આ દરમિયાન બાળકી ડરીને સાયકલ પરથી નીચે પડી ગઈ હતી. જો કે, કારચાલકે એ વખતે બાળકી પર કાર ચઢાવી દીધી હતી. કાર નીચે માસુમ બાળકી કચડાઈ જતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે બાળકીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અગાઉ પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી
થોડા સમય અગાઉ જ સુરતમાં પણ કારની નીચે આવી જતા બાળકીનું મોત થવાની ઘટના બની હતી. મધ્ય પ્રદેશથી રાજેશ વસુનિયા તેમના પરિવાર સાથે આવી વરિયાવ ખાતે આવેલી ઓરેન્જ રેસિડેન્સી નામની બાંધકામ સાઈટ પર કામ કરી ત્યાં જ રહેતા હતા અને રાજેશ કામ પર આવી ગયો હતો અને રાજેશની સૌથી નાની પુત્રી અંકિતા બાળકો સાથે ઓરેન્જ રેસિડેન્સીની બાંધકામ સાઈટ પાસે રમી રહી હતી,
ત્યારે રિવર્સમાં આવતી એક કારના ચાલક પિયુષભાઈ રાજુભાઈ ડોબરીયાએ અંકિતાને અડફેટે લીધી હતી. અંકિતાને ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી પણ ત્યાં તબીબોએ માસુમ બાળકીને મૃત જાહેર કરી હતી.
મહેસાણાના સાયકલ ચલાવતી બાળકી કાર નીચે કચડાઈ pic.twitter.com/yBeEtp8qte
— Dinesh Chaudhary (@DineshVTVNews) August 18, 2024
બાળકી પર કાર ચઢાવી દીધી
બાળકીને જોયા પછી પણ, બેદરકાર કાર ચાલકે રોક્યો નહીં અને બાળકી પર કાર ચઢાવી દીધી હતી. કાર નીચે આવતા જ માસૂમ બાળકી કચડાઈ ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક બાળકીની ઓળખ 4 વર્ષની દિશા પટેલ તરીકે થઈ છે. બાળકીના મોતથી પરિવાર આઘાતમાં છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App