Gujarat University Exam: ગુજરાત યુનિવર્સિટી દ્વારા અવાર-નવાર છબરડા સર્જાતા હોવાનું અગાઉ સામે આવી રહ્યું છે. આજે ફરીએકવાર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટો છબરડો સર્જાયો (Gujarat University Exam) હોવાનું સામે આવ્યું છે. જેને કારણે વિદ્યાર્થીઓમાં ડર છવાઇ ગયો છે.
B.sc સેમેસ્ટર 6ની પરીક્ષામાં છબરડો
ગુજરાત યુનિવર્સિટીની B.sc સેમેસ્ટર 6ની પરીક્ષામાં છબરડો સામે આવી રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું હતું. વિષય કોડમાં ભૂલને કારણે સમગ્ર પેપર બદલવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને 308 નંબરનું પેપર આપવાનું હતું, તેના બદલે 309 નંબરનું પેપર આપી દેવામાં આવ્યું હતું.
ભૂલ સુધારવા માટે વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર આપી દેવાયું
યુનિવર્સિટીને પોતાની ભૂલ સમજાતા યુનિવર્સિટી તંત્ર દોડતું થઇ ગયું હતું. અને ભૂલ સુધારવા માટે વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર આપી દેવામાં આવ્યું હતું. આ બધામાં જે સમય બગડ્યો તેને કારણે વિદ્યાર્થીઓને પેપરના સમયમાં દોઢ કલાકનો વધારો કરવામાં આવ્યો હતો.યુનિવર્સટીની આ ગંભીર ભૂલને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અને યુનિવર્સિટીની આ ક્ષતિ ચર્ચાનો વિષય બની હતી.
અગાઉ BSCની ઉત્તરવહી ગુમ થઈ હતી
NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં એક બાદ એક કૌભાડ સામે આવી રહી છે. અગાઉ Bscની ઉત્તરવહી ગુમ થઈ હતી ત્યારપછી હવે પેપરમાં છબરડો સામે આવી રહ્યો છે. યુનિવર્સિટી સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત છે. આજના છબરડા અંગે યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઇએ અને રાજીનામું લઈ લેવું જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App