અમદાવાદ | બિગ ડેડીમાં ચાલતા બિગ હુક્કાબારમાં PCBએ રેડ; પાડી પાંચ ગ્રાહકોને પકડ્યા, 40 ફ્લેવરનું નિકોટીન જપ્ત

Big Daddy Cafe: છેલ્લા ઘણા સમયથી હુકકાબાર પર કોર્ટે પ્રતિબંધ ફરમાવતા તમામ હુક્કાબાર બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે કેફેની આડમાં હુક્કાબાર ચલાવતા હોવાનું પોલીસના…

Big Daddy Cafe: છેલ્લા ઘણા સમયથી હુકકાબાર પર કોર્ટે પ્રતિબંધ ફરમાવતા તમામ હુક્કાબાર બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે કેફેની આડમાં હુક્કાબાર ચલાવતા હોવાનું પોલીસના ધ્યાને આવતા પીસીબીની ટીમે સરખેજ વિસ્તારમાં મોડી રાત્રે રેડ કરી ગેરકાયદેસર ચાલતું હુકકાબાર પકડ્યું હતું. પ્રતિબંધિત હુક્કાબારમાં કેફે માલિકો હર્બલ હુક્કાના નામે હુક્કાબાર ચલાવતા હતા. છેલ્લા ઘણા સમયથી સરખેજ વિસ્તારના પ્રખ્યાત બીગ ડેડી કેફે બહારથી કોઈને શંકા ન જાય તે પ્રકારે બિગ ડેડી કેફે(Big Daddy Cafe) ચલાવવામાં આવતું હતું. પરંતુ હુકકા બારના રસિકો માટે ખાસ આયોજન કેફેની અંદરના ભાગે કરવામાં આવ્યું હતું.

બિગ ડેડી હુક્કાબારમાં દરોડો
અમદાવાદ શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. ત્યારે શહેરના બિગ ડેડી હુક્કાબારમાં PCBએ દરોડા પાડ્યા છે. જેમાં સરખેજમાં આવેલા બિગ ડેડી હુક્કાબારમાં દરોડા પાડી નિકોટીન અને ફ્લેવરના 30 પેકેટ કબ્જે કર્યા છે. નિકોટીનના પેકેટ FSLમાં મોકલવામાં આવ્યા છે. FSL રિપોર્ટ આવ્યા બાદ પોલીસ વધુ તપાસ હાથ ધરશે.અમદાવાદ શહેર પોલીસે અગાઉ હુક્કાબાર પર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે બોડકદેવ વિસ્તારમાં આવેલા રસ્ટી કો કેફે નામના હુક્કાબારમાં દરોડા પાડ્યા હતા. જેમાં હુક્કાબારને લગતા 19 નિયમોનું પાલન ન થતા હુક્કાબારના માલિક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

નિકોટીન યુક્ત હુક્કાઓ પીરસાવવામાં આવતા હતા
મળતી માહિતી પ્રમાણે અહીંયા રોજ અનેક યુવક-યુવતી હુક્કાનું વ્યસન કરવા માટે આવતા હતા અને તેમને ફ્લેવર હુક્કાના નામે તમાકુ મિશ્રિત હુક્કા આપવામાં આવતા હતા. આ જગ્યાના સીસીટીવી પણ પીસીબી દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે. જ્યારે શનિ અને રવિવારના દિવસે અહીંયા ખચોખચ લોકો આવે છે અને હુક્કાની મહેફિલ માણે છે.હર્બલ હુક્કાના નામે નિકોટીન યુક્ત હુક્કાઓ અહીંયા ખાસ સવલતો સાથે પીરસવામાં આવતા. પરંતુ પીસીબીની ટીમ ચોક્કસ માહિતી મળતા જ મોડી રાત્રે આ કેફેમાં ત્રાટકી હતી. જ્યાં તપાસ કરતા પ્રાથમિક તબક્કે સંખ્યાબંધ ગ્રાહકો હુકકા પિતા નજરે પડ્યા હતા. આ તમામ હુક્કાઓ અને ફ્લેવર પોલીસે કબજે કરી એફએસએલમાં તપાસ અર્થી મોકલી આપી હતી.

25 હજારનો મુદ્દામાલ જપ્ત
પોલીસે હુક્કો, પાઈપ, નિકોટીન ફ્લેવર સહિત 25 હજારનો મુદ્દમાલ કબજે કર્યો છે.આ સાથે જ પોલીસે હુક્કાબારના માલિક સહિત મેનેજર પર કાર્યવાહી હાથ ધરી છે.