Surat News: રાજ્યમાં અવારનવાર રખડતા ઢોરનો આતંક સામે આવતો હોય છે. ત્યાં સુરતમાં ફરી એક વાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જેમાં ઓલપાડ સાયણ વિસ્તારમાં આખલાની લડાઈ થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.કારણકે આ અખલાઓ લડતા લડતા એક શોપમાં ઘુસી ગયા હતા અને તે દરમિયાન ત્યાં રહેલો સમાન વેર વિખેર કરી નાખ્યો હતો.તેમજ આ સમયગાળા દરમિયાન દુકાનમાં હાજર ગ્રાહકો પણ ભરાઈને ભાગી ગયા હતા.ત્યારબાદ મહામહેનતે આખલાને(Surat News) દુકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં પણ કોઈ જાનહાની સર્જાઈ નથી પરંતુ દુકાનમાં રહેલા સામાનને ભારે નુકશાન થયું છે.
દુકાનમાં આખલાઓ બાખડી પડયા
સુરત જિલ્લામાં ઓલપાડના સાયણ ગામે બે આખલાઓ બાખડી પડયા હતા. બંને આખલાઓ બાખડતાં- બાખડતાં ત્યાં રહેલી ઘર સંસાર નામની દુકાનમાં પહોંચી ગયા હતા. દુકાનદાર દ્વારા બાખડતા આખલાઓ પર પાણી છાંટીને તેમજ લાકડી વડે દુકાનની બહાર કાઢવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
આખલાઓ દુકાનની અંદર બાખડી પડતાં ત્યાં દુકાનનો સમાન પણ વેર વિખેર થઈ ગયો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે રોડની સાઈડ પર દુકાન આવેલી છે. દુકાનની બહાર લોકોની તેમજ વાહન ચાલકોની અવર જવર છે અને ત્યાં રોડની સાઈડ પર આવેલી દુકાનમાં આખલાઓ બાખડી પડયા હતા.
ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ
દુકાનદાર આખલાઓ પર પહેલા પાણી ફેંકીને બહાર કાઢવાની કોશિશ કરે છે અને બાદમાં લાકડી વડે તેને બહાર કાઢવાની પણ કોશિશ કરે છે. એક દુકાનદાર ને આંખલાને બહાર કાઢવા જતા તેની લાત પણ વાગી જાય છે. આ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.
આ અગાઉ પણ આવી ઘટના સામે આવી ચુકી છે
અમેરેલી જિલ્લાના રાજુલા શહેરના જાફરાબાદ રોડ ઉપર બે આખલાઓ જાહેર રસ્તા પર બાખડી પડ્યા હતા. આ આખલા યુદ્ધના કારણે વેપારીઓ, વાહનચાલકો તેમજ રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જો કે સદ્દનસીબે અડધા કલાક સુધી મુખ્ય રસ્તાને બાનમાં લીધા છતાં આખલાઓના કારણે કોઈ રાહદારી કે વાહનચાલકને નુક્સાન નહતુ પહોંચ્યુ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App