VIDEO: ઝુપડપટ્ટીમાં હાથીઓનું ટોળું ઘૂસતાં લોકોને થયા સાક્ષાત યમરાજના દર્શન

Elephant Viral Video: હાથી સામાન્ય રીતે શાંત સ્વભાવનું પ્રાણી છે. પરંતુ જ્યારે તે ગુસ્સામાં આવે છે તો તેને કાબુ કરવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે. હાથી મનુષ્યની નજીકના જનાવરો માનવામાં આવે છે અને આ બંને વચ્ચે પ્રેમભાવ જોવા મળે છે. આ વાત તમે ઘણા વાયરલ વીડિયોમાં (Elephant Viral Video) જોઈ હશે. જ્યાં હાથી પોતાના પરિવાર અને સાથીઓ પ્રત્યે સંવેદનશીલ હોય છે. જોકે સોશિયલ મીડિયા પર હાથીઓના એવા વિડીયો પણ વાયરલ થયા છે જેમાં આ વિશાળ પ્રાણીએ જબરદસ્ત તબાહી મચાવી હોય. હાલમાં જ એવો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં માણસોએ હાથીના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. આ વિડીયો એટલો બધો ડરામણો છે કે લોકો જોઈને તેમની આત્મા કંપી જાય છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક હાથી પોતાના બાળકો સાથે ઝુપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ છે. હાથી મદમસ્ત બની ગાય-ભેંસોના તબેલામાંથી પસાર થતાં હડકંપ મચી ગયો છે. તબેલાના જનાવરોની પરિસ્થિતિ જોઈને લાગે છે કે તેમના જીવ તાળવે ચોંટી ગયા છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે હાથી પોતાના બચ્ચાઓ સાથે ઝૂંપડીઓનો વિનાશ કરી આગળ વધી રહ્યો છે. તે ગમે તે રીતે તે વિસ્તારમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરી રહ્યો છે, તેના રસ્તામાં જે કંઈ પણ આડુ પડે છે તે તેને ઠેકાણે પાડી દે છે.

તબેલામાં ડરેલી ગાય-ભેંસનો વિડીયો વાયરલ
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1,17,000 થી વધારે લોકો જોઈ ચૂક્યા છે. લોકો કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

લોકોએ કહ્યું…
આ વીડિયોને જોઈને દરેકના મગજમાં એક જ વિચાર આવશે સારી વાત તો એ છે કે કોઈ માણસ તેના રસ્તામાં ન આવ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે હાથી બેકાબું થઈને પોતાના બચ્ચાઓ સાથે આમતેમ દોડધામ મચાવી રહ્યો છે. આ વીડિયો જોઈ એક વ્યક્તિએ લખ્યું કે માલનું તો નુકસાન થયું પરંતુ સારી વાત એ છે કે કોઈનો જીવ નથી ગયો. બીજો વ્યક્તિ કહે છે કે માણસોને કારણે આજે જનાવર ખાસ કરીને હાથી સૌથી વધારે દુઃખી છે. ત્રીજો વ્યક્તિ કહે છે કે જંગલમાં ઝૂંપડીઓ બનાવશો તો આમ જ થશે.