લવ જેહાદ: સુરતમાં હિન્દુ નામ ધારણ કરી રહેતો વિધર્મી ઝડપાયો, પોલીસ તપાસમાં થયા મોટા ખુલાસા

Love Jihad in Surat: સુરતમાં હિન્દુ નામ ધારણ કરી અને નકલી પુરાવાઓ બનાવીને રહેતો બાંગ્લાદેશી વિધર્મીને સુરત એસઓજીએ પકડી પાડ્યો છે. આ વિધર્મી મુસીબુલ (Love Jihad in Surat) ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ મકબુલ શેખની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી બે અલગ અલગ નામ વાળા ભારતીય આધારકાર્ડ મળી આવ્યા છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે નકલી ડોક્યુમેન્ટ જપ્ત કર્યા
પોલીસને જાણકારી મળી હતી કે હિન્દુ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આરોપી બાંગ્લાદેશથી આવ્યો છે અને અલગ અલગ જગ્યા પર રહે છે, છેલ્લા 14 વર્ષથી સુરતમાં આ વિધર્મી રહેતો હતો તેવી વાત પોલીસની પૂછપરછમાં સામે આવી છે.

આ વિધર્મી અલગ અલગ સ્પામાં નોકરી કરી પોતાનું પેટીયુ રળતો હતો. પોલીસ તપાસમાં એ વાતની પણ માહિતી મળી છે કે તેની પાસે રહેલા તમામ પુરાવા અને ડોક્યુમેન્ટ નકલી હતા, તેણે તમામ ડોક્યુમેન્ટ સુરતમાં જાતે જ બનાવ્યા હતા.

દોઢ વર્ષ પહેલા મુંબઈની હિન્દુ યુવતી સાથે આવ્યો સંપર્કમાં
આરોપીની વાત કરવામાં આવે તો મુંબઈમાં રહેતી એક હિન્દુ યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. આ વિધર્મી તે યુવતી સાથે પ્રેમમાં છે અને તે લગ્ન પણ કરવાનો હતો. જેના માટે આ વિધર્મી હિન્દુ રહેણાંક વિસ્તારમાં ઘર શોધી રહ્યો હતો.

પરંતુ આરોપી વિધર્મી કઈ કરે તે પહેલા જ પોલીસના હાથે ચડી ગયો હતો. તેણે પોતાનું આ નકલી

આધારકાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ ફોન એપ્લિકેશન દ્વારા જ બનાવ્યું હતું. તે હિન્દુ વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનાથી રહેતો હતો.