શોલે ફિલ્મ જેવો હાઈ વૉલ્ટેજ ડ્રામા: 80 ફૂટ ઊંચા ટાવર પર ચડી ગયો પીધેલો અને પછી…

Bhopal News: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક હાઈ વૉલ્ટેજ ડ્રામાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે કોઈ ફિલ્મના સીનથી ઓછો નથી. માહિતી મળી રહી છે કે એક વ્યક્તિ નશાની હાલતમાં 80 ફૂટ ઊંચા મોબાઈલના ટાવર (Bhopal News) પર ચડી ગયો છે. જેને ચડતા જોઈ ત્યાના લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. નીચે ઉભેલા લોકો તેને ઉતારવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા પરંતુ તે સફળ ન થયા હતા. વાયરલ થઇ રહેલો આ વિડીયો જોઈ લોકોની આંખો ફાટેલી રહી ગઈ હતી. તેમજ કેટલાક લોકોએ મજા લેતા આ વ્યક્તિને ભોપાલી વીરુનું બિરુદ આપ્યું છે.

ભોપાલમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા
જણાવવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ નશાની હાલતમાં રેલવે અંડર બ્રિજ પાસે આવેલા 80 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. જ્યારે લોકોની નજર તેના પર પડી તો ત્યાં ઉભેલા લોકો એ આ વાતની જાણકારી પોલીસને આપી હતી. જેનાબાદ પોલીસ અને નગરપાલિકાની ટીમ પર પહોંચી હતી. સોશિયલ મીડિયા પર આ વિડીયો અપલોડ થતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો.

અહીંયા જુઓ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by Rajesh Garwal (@rajeshgarwal)

80 ફૂટ ઊંચા ટાવર પર ચડ્યો યુવક
લોકોએ બૂમો બરાડા પાડી તેને સમજાવવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ 20 મિનિટ બાદ તે વ્યક્તિ જાતે જ નીચે ઉતરી ગયો હતો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.ઘટના જહાંગીરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આ પીધેલા યુવકનું નામ વિવેક જણાવવામાં આવી રહ્યું છે, જેની ઉંમર ૩૩ વર્ષ છે. આવી કોઈ આ પહેલી ઘટના નથી. આવી ઘટનાઓ પહેલા પણ બની ચૂકી છે, જેમાં કોઈ પોતાના જીવનથી કંટાળીને તો કોઈ પોતાની પ્રેમિકાના ચક્કરમાં આવા પગલા ભરે છે.