સુરતમાં આવતી કાલે ભારે વરસાદના કારણે રેડ એલર્ટ હોવાથી શાળાઓમાં રજા જાહેર

Surat Red Alert: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી છે. જિલ્લાના કપરાડા, ધરમપુર, વાપી, પારડી અને ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ(Surat Red Alert) જોવા મળ્યો. જેથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર
હવામાન વિભાગે કરેલી આગાહીને આધારે આવતીકાલે બુધવારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ઉમરગામમાં શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તથા અન્ય તાલુકાઓમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે.

અવિરત વરસાદથી સુરતમાં ખાડી પૂર
સુરતમાં પડી રહેલા ધોધમાર વરસાદના પગલે ભારે મુશ્કેલી પડી રહી છે.સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે. જેથી સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે. જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યાં હોવાથી ખાડીપૂરની સ્થિતિ સર્જાય છે .મીઠી ખાડી વિસ્તારનાં ઘરો 40 કલાકથી પાણીમાં ગરકાવ છે. ઘરમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આવનાર 7 દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી સામે આવી છે. રાજ્યમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે દ્રારા વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે