આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઇ ગયા છે. ત્યારે હાલ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં નર્મદા(Narmada) જિલ્લાના કેવડિયા કોલોની(Kevadia Colony) ખાતે હોમગાર્ડ (home guard)માં ફરજ બજાવતા પરેશભાઈ પંચોલીએ પોતાના ઘરે પહેલા માળે જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
મળતી માહિતી અનુસાર, પરેશ ધનુભાઈ પંચોલી નામનો યુવક હોમગાર્ડમાં નોકરી કરતો અને પાર્ટ ટાઈમ ઇલેક્ટ્રિસિયાનનું કામ કરતો હતો. ત્યારે પરેશે કોઈ કારણસર કેવડિયા બજારમાં આવેલા પોતાના ઘરના પહેલા માળે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે ઘટનાની જાણ પરિવારજનોને તેમજ અડોસપડોસના લોકોને થતા લોકોની ભીડ જામી હતી.
આ પછી પોલીસને ઘટનાની જાણ થતા જ તે પણ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત હોમગાર્ડના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. ત્યારબાદ પોલીસે ગળે પરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરેશભાઈ પંચોલીએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ જાણવા મળ્યું નથી, પરંતુ હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. અને અકસ્માતનું કરણ શોધવા તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.