પુરપાટ ઝડપે આવેલા પીકઅપે બાઈકને ટક્કર મારતા આધેડ હવામાં ફંગોળાયા, મળ્યું દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

આણંદ(Anand): જીલ્લાના ઓડ (Ode Village) ગામના મેઇન રોડથી બાધીપુરા ગામમાં જવાના RCC રોડ પર પુરપાટ ઝડપે જતા પીકઅપ ડાલુએ બાઇકને જોરદાર ટક્કર મારતાં તે ઉછળી…

આણંદ(Anand): જીલ્લાના ઓડ (Ode Village) ગામના મેઇન રોડથી બાધીપુરા ગામમાં જવાના RCC રોડ પર પુરપાટ ઝડપે જતા પીકઅપ ડાલુએ બાઇકને જોરદાર ટક્કર મારતાં તે ઉછળી નજીકની ગટરમાં ખાબકી હતી. જેના કારણે ગમખ્વાર અકસ્માત (Accident in Anand) સર્જાતા તેના પર સવાર આધેડને ગંભીર ઇજા પહોંચતાં સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે ખંભોળજ પોલીસ દ્વારા અજાણ્યા પીકઅપ ડાલુના ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, આણંદના બાધીપુરા ગામના જલારામ મંદિર નજીક રહેતા ગીરીશ છગનભાઈ ઠાકોર ખેતી કામ કરી રહ્યા છે અને તેમના પિતા છગનભાઈ ઠાકોર ખેતી કામમાં મદદ કરે છે. આ દરમિયાન છગનભાઈ બાઇક નં.જીજે 23 બીબી 5881 લઇને ઓડ ગામમાં ગયાં હતાં અને જ્યાંથી પાછા આવતા રસ્તામાં તેમને ગોઝારો અકસ્માત નડ્યો હતો.

મહત્વનું છે કે, આ અકસ્માત જોનારા ભીખાભાઈ ઠાકોરે તુરંત ઘરે પહોંચી ગીરીશભાઈને જાણ કરવામાં આવી હતી કે, બાધીપુરા ગામમાં આવવાના રસ્તા પર કોઇ અજાણ્યા પીકઅપ ડાલાવાળાએ ઓડથી ઉમરેઠ બાજુ જતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેથી રોડની સાઇડમાં તારા પપ્પા પડ્યાં છે અને બાઇક ગટરમાં પડી છે. આ સાંભળી ગીરીશભાઈ તુરંત ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતાં અને એમ્બ્યુલન્સ 108માં તેમના પિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જોકે, ફરજ પરના તબિબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે ગીરીશ ઠાકોરની ફરિયાદ આધારે ખંભોળજ પોલીસ દ્વારા ગુનો નોંધી અજાણ્યા પીકઅપ ડાલુના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *