ધડામ દઈને નીચે ખાબકી બાળકો સહીત 25 લોકોથી ભરેલી રાઈડ, કેમેરામાં કેદ થયા ખૌફનાક દ્રશ્યો

વાયરલ(Viral): સોશિયલ મીડિયા(Social media)ની આ દુનિયામાં અનેક અકસ્માત(Accident)ના વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક રાઈડ તૂટવાનો વિડીયો(Video) સામે આવ્યો છે. જેને…

વાયરલ(Viral): સોશિયલ મીડિયા(Social media)ની આ દુનિયામાં અનેક અકસ્માત(Accident)ના વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક રાઈડ તૂટવાનો વિડીયો(Video) સામે આવ્યો છે. જેને જોઇને તમારા રુવાડા બેઠા થઇ જશે. જો વાત કરવામાં આવે તો રાજસ્થાન(Rajasthan)ના અજમેર(Ajmer)માં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં કુંદન નગર વિસ્તારમાં ડિઝનીલેન્ડ મેળામાં એક રાઈડનો કેબલ તૂટી(Ride accident) ગયો હતો. આ અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં સાત બાળકોનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે, આ અકસ્માતનો એક ભયાનક વિડીયો પણ સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કેબલ તૂટવાના કારણે આ દુર્ઘટના ઘટી હતી. સમગ્ર ઘટના બાદ સ્વિંગ ઓપરેટર અને આસપાસના દુકાનદારો સ્થળ પરથી ભાગી ગયા હતા.

સિવિલ લાઈન્સ વિસ્તારમાં ચાલી રહ્યો હતો મેળો: 
અજમેરના સિવિલ લાઈન્સ વિસ્તારમાં ફુસ કી કોઠી પાસે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે સાંજે 7 વાગ્યે રાઈડમાં 25 લોકો બેઠા હતા. ત્યારે અચાનક કેબલ તૂટી ગયો અને રાઈડ નીચે પડી હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને જેએલએન હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

તપાસમાં જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે:
એડીએમ સિટી ભાવના ગર્ગે જણાવતા કહ્યું હતું કે, મેળામાં રાઈડ લગાવવા માટે પરવાનગી લેવામાં આવી છે. આ અકસ્માત કેવી રીતે થયો, તેના કારણો શું છે? તેની શું તપાસ ચાલી રહી છે. તપાસમાં જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *