ભયંકર માર્ગ અક્સ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા હચમચી ઉઠ્યું આખું ગામ

લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની રાજધાની લખનઉ (Lucknow)માં એક ખુબ જ ભયાનક માર્ગ અકસ્માત (Road accident)ના સમાચાર મળી આવ્યા છે. શનિવારે મોડી રાત્રે અહીંના મલિહાબાદ વિસ્તાર (Malihabad area)માં ટ્રક(Truck) અને કાર(The car) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.

બંને વાહનો વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મળતી માહિતી અનુસાર, આ ઘટના મલિહાબાદના ચેવતા વિસ્તારની છે. અહી ચેવતા અને કટૌલી મુખ્ય માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતના સમાચાર મળ્યા બાદ મૃતકના ઘરમાં શોકનું વાતાવરણ છવાયેલું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજધાની લખનઉમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *