ક્યાય પાછા નો પડે ઈ પટેલ: અમેરિકાના ન્યુયોર્કમાં કાઢ્યો વરઘોડો, ભુરીયાઓ પણ મન મૂકી નાચ્યા હો…

સૌ કોઈ જાણે જ છે કે, ગુજરાતીઓ કોઈ પણ જગ્યાએ પાછા બિલકુલ ન પડે. તેમજ વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે. ગુજરાતીઓની ખાસિયત છે કે, તેઓ જ્યાં વસે ત્યાં જ ગુજરાત(Gujarat) બનાવી દે છે. એટલે જ તો કહેવાય છે કે, ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’. તેમજ ગુજરાતીઓ પોતાનાં રીતિ રિવાજો ક્યારેય ભૂલતા નથી. ત્યારે હાલમાં જ ન્યૂયોર્ક (New York)ની ધરતી પર ગુજરાતીઓએ વાજતે ગાજતે વરઘોડો કાઢ્યો છે. જેનો આ વીડિયો હાલ સોશીયલ મીડિયા(Social media) પર ધૂમ મચાવી રહ્યો છે.

ખાસ કરીને ગુજરાતીઓ લગ્નને જાણે કોઈ તહેવાર હોય તેમ ખુબ જ ધૂમધામથી ઉજવે છે. ત્યારે હવે તો ભારતની જેમ અમેરિકામાં વસતા ભારતીયોએ પણ પોતાની આ પ્રથા ચાલુ કરી દીધી છે. આ વાતને સાબિત કરતો એક વિડીયો સામે આવ્યો છે. ન્યૂયોર્ક સિટીમાં દેશી લગ્ન હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં મહેમાન જોશ અને ઉત્સાહમાં લગ્નની ઉજવણી કરતા જોવા મળ્યા છે. ઘણા ભારતીય અમેરિકનો ન્યૂયોર્કની શેરીઓમાં ધસી આવ્યા હતા અને પરંપરાગત પોશાકમાં ઝૂમી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Suraj Patel (@surajpatelnyc)

આ વિડીયો સૂરજ પટેલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જે હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સૂરજ પટેલ પોતે પણ ડાન્સ કરી રહ્યા છે. સૂરજ પટેલના ભાઈ લગ્ન હતા અને તેમણે લગ્ન સમારોહ દરમિયાન ડાન્સ કરતી વખતે આખો બ્રોડવે બંધ કરાવી દીધો હતો. આ વિડીયોમાં વર-કન્યાને પણ જાન સાથે નાચતા જોઈ શકો છો.

જાણવા મળ્યું છે કે, સૂરજ પટેલ અમેરિકી કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર છે. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, મારું હૃદય છલકાઈ ગયું છે, કારણ કે મારો પરિવાર મારા ભાઈના લગ્ન માટે આવા અવિશ્વસનીય પ્રસંગ માટે અહીં આવ્યો છે, NYCની શેરીઓમાં ખૂબ જ પ્રેમ અને ઊર્જા છે.ત્યારે આ વિડીયોમાં લોકોએ વિવિધ રીએકશન આપ્યા છે. તેમજ વિડીયોને એનેક લાઇક્સ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *