આ કારણોસર ડોમિનોઝમાં કામ કરતી છોકરી પર દંડાઓ લઈને તૂટી પડી 4 લેડી ડોન- જુઓ વિડીયો

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઈન્દોર(Indore)નો એક વિડીયો વાયરલ(Viral video) થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં ચાર મહિલાઓએ પિઝા ચેઈન ડોમિનોઝ(Domino’s)ની ડિલિવરી ગર્લને માર માર્યો હતો. વીડિયો સામે…

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઈન્દોર(Indore)નો એક વિડીયો વાયરલ(Viral video) થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં ચાર મહિલાઓએ પિઝા ચેઈન ડોમિનોઝ(Domino’s)ની ડિલિવરી ગર્લને માર માર્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આરોપી યુવતીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પીડિતા અને આરોપી યુવતીઓ એક જ વિસ્તારમાં રહે છે અને પહેલા સાથે કામ કરતી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટના 11 જૂન ઈન્દોરના દ્વારકાપુરી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આ 16 સેકન્ડની વાયરલ ક્લિપ દ્વારકાપુરીના ઋષિ પેલેસ કોલોનીની છે.

આરોપી યુવતીઓ પીડિતાને લાકડીઓ-લાફા-ઢીકાથી મારતી જોવા મળે છે. વીડિયોમાં વધુ બે મહિલાઓ જોઈ શકાય છે, જેઓ પાછળ ઉભી છે અને તેમના ઘરના પાર્કિંગમાંથી આખું દ્રશ્ય જોઈ રહી છે. પીડિતા મદદ માટે આજીજી કરે છે, પરંતુ તેને બચાવવા કોઈ આવતું નથી. જમીન પર પટકીને તેને માર મારવામાં આવે છે. માર મારનાર યુવતીઓમાંની એક કહે છે, “તમે મને શું કહી રહી હતી? જા ફરિયાદ કરી દે.”

પીડિતાએ પોલીસને જણાવ્યું કે 11 જૂને જ્યારે તે કામ પર જઈ રહી હતી ત્યારે ચારેય યુવતીઓએ તેનો રસ્તો રોક્યો હતો. તેને વાત કરવા માટે બોલાવી. જે બાદ તેઓએ તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એક આરોપી યુવતીનું નામ પિંકી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર પીડિતાનું નામ નંદની છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પીડિતાને માર મારનાર 4 યુવતીઓ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પહેલા પીડિતા સાથે કામ કરતી હતી અને પરસ્પર વિવાદના કારણે તેના પર હુમલો કર્યો હતો. આ વિડીયો આરોપી યુવતીઓએ જ શેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *