કાળઝાળ ગરમી બાદ વારાણસીના લોકોને થોડી રાહત મળી છે. ભારે પવન સાથે વરસાદી ઝાપટાથી વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. ત્યારે એક સમાચાર સામે આવ્યા છે કે, વિશ્વનાથ ધામમાં માંધાતેશ્વર મંદિરના શિખર પર વીજળી પડી હતી. જેના કારણે શિખરનો એક ભાગ તૂટીને નીચે પડ્યો હતો. સદનસીબે તે સમયે ત્યાં કોઈ હાજર નહોતું. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
આકાશી વીજળી પડવાને કારણે ખૂબ જ જોરદાર વિસ્ફોટ થયો હતો અને તેની ચમક લાંબા અંતર સુધી દેખાતી હતી. વરસાદ બંધ થયા બાદ નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. મંદિરના શિખરના ઘણા ટુકડા જમીન પર પડ્યા હતા.
મહાદેવ મંદિરના પૂજારી માંગાતેશ્વરે જણાવ્યું હતું કે આકાશી વીજળી પડવાને કારણે ખૂબ જ જોરદાર વિસ્ફોટ થયો હતો અને તેનો પ્રકાશ દૂર સુધી દેખાતો હતો. વરસાદ બંધ થયા બાદ નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. મંદિરના શિખરના ઘણા ટુકડા જમીન પર પડ્યા હતા. સદનસીબે વરસાદને કારણે બધા અંદર હતા. નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. મંદિર પ્રશાસને કાટમાળ હટાવીને સમારકામની કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે, મંગળવારે વારાણસી સહિત પૂર્વાંચલના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે ચોમાસાનો પહેલો વરસાદ રાહતરૂપ બન્યો હતો. દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વારાણસીમાં તાપમાનનો પારો 27 ડિગ્રી સુધી ગગડી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.