દુનિયાનો અંત લાવશે ભારતનું આ મંદિર- રહસ્યોથી ઘેરાયેલા મંદિરમાં એનેક વાર થયા છે માનવામાં ન આવે તેવા ચમત્કાર

આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દુનિયાનો અંત લાવી શકે છે. કેદારેશ્વર ગુફા મંદિર જે મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢના અહમદનગર જિલ્લામાં…

આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દુનિયાનો અંત લાવી શકે છે. કેદારેશ્વર ગુફા મંદિર જે મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢના અહમદનગર જિલ્લામાં આવેલું છે. હરિશ્ચંદ્રગઢ એક પહાડી કિલ્લો છે. અને તે મહારાષ્ટ્રના ટ્રેકિંગ સ્થળોમાંનું એક છે. આ કિલ્લો છઠ્ઠી સદીમાં બનાવવામાં આવ્યો હતો. જેમાં ભગવાન શિવ અને વિષ્ણુની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી.

અહીં હાજર હરિશ્ચંદ્ર મંદિર પાસે ત્રણ મુખ્ય ગુફાઓ છે. હરિશ્ચંદ્ર મંદિરની જમણી બાજુએ કેદારેશ્વરની વિશાળ ગુફાઓ આવેલી છે, જ્યાં અંદર ભગવાન શિવનું વિશાળ શિવલિંગ સ્થાપિત છે. જે સંપૂર્ણપણે પાણીથી ઘેરાયેલું છે. પાયાથી તેની ઊંચાઈ પાંચ ફૂટ છે.

જણાવી દઈએ કે, કોઈ પણ વ્યક્તિ શિવલિંગ સુધી પહોચી શકતું નથી કારણ કે પાણી ખૂબ ઠંડુ છે. અહીં શિલ્પો કોતરેલા છે. વરસાદમાં અહીં વિશાલ પ્રવાહમાં પાણી વહેતું હોવાતી અહી પહોચવું ખુબ જ મુશ્કેલ છે. શિવલિંગની ઉપર એક વિશાળ શિલા છે. શિવલિંગની આસપાસ સ્તંભો બાંધવામાં આવ્યા છે. વાસ્તવમાં, આ સ્તંભો વિશે એવું કહેવાય છે કે, જીવનના ચાર સ્તંભો – ‘સત્યયુગ’, ‘ત્રેતાયુગ’, ‘દ્વાપરયુગ’ અને ‘કળયુગ’ દર્શાવે છે.

તેમાંથી ત્રણ સ્તંભ તૂટી ગયા છે અને એક છેલ્લો સ્તંભ બાકી છે જેના પર આ આખો આધાર છે. આ સ્તંભો વિશે ખરેખર કોઈ જાણતું નથી. જ્યારે કોઈ યુગનો અંત આવે છે ત્યારે કહેવાય છે કે સ્તંભ તૂટી જાય છે. જે દિવસે ચોથો સ્તંભ તૂટી જશે તે દિવસ છેલ્લો દિવસ માનવામાં આવશે. આનો અર્થ એ છે કે જ્યારે આ સ્તંભ તૂટી જશે, ત્યારે વિશ્વમાં સર્વનાશ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *