ગુજરાતમાંથી અવારનવાર ચોરી, લુંટફાટ અથવા તો હત્યાના બનાવો સામે આવતા હોય છે ત્યારે આવી જ અન્ય એક આગ લાગી ઉઠવાની ઘટના સામે આવી રહી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ ગોઠડા ગામ નજીક આવેલ શિવમ ઈન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.
ફાર્માસ્યુટિકલ પાવડરનું ઉત્પાદન કરતી કંપનીમાં કેમિકલ પ્રોસેસ વખતે રીએક્ટરમાં પ્રેશર વધી જતા આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કંપનીમાં રીએક્ટરમાં ધડાકો થયાનો અવાજ 8 કિમી દુર સુધી સંભળાઈ આવ્યો હતો.
ઘટનાની જાણ થતાંની સાથે જ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોનાં ટોળેટોળા ફરી વળ્યાં હતાં. સાવચેતીના ભાગ સ્વરૂપે આગ લાગેલ કંપનીની આસપાસના ખેતરોમાં વસવાટ કરતાઓને ખસેડવામાં આવ્યા હતાં. આજે વહેલી સવારમાં 5.30 વાગ્યાની આસપાસ પ્રચંડ ધડાકાની સાથે આગ ફાટી નીકળી હતી.
ઘટનાને પગલે ટ્રાફિક ખોરવાયો :
ઇજાગ્રસ્તો પૈકી ૪ કર્મચારીઓને વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગળની સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે સામાન્ય ઈજા પામેલ અમરેન્દ્ર તથા રામકૃષ્ણને સાવલીની જમનોત્રી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને રજા આપવામાં આવી હતી.
આ ઘટનાને કારણે વડોદરા સાવલી રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જેને કારણે ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જો કે, પોલીસ તંત્ર દ્વારા કેટલાક વાહનોને અન્ય ગામોમાં ડાયવર્ટ કરીને ટ્રાફિક હળવો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આગમાં 6 કર્મચારી દાઝી જતાં સારવાર માટે ખસેડાયા :
ફેકટરીમાં રિએકટર ફાટતાં આગમાં 6 કર્મચારી દાઝયા હતા તથા તેમને આગળની સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ભીષણ આગને કારણે ફેકટરીમાં વ્યાપક નુકસાન તો થયું જ છે. આની સાથે જ ભારે ધડાકા-ભડાકા સાથે આગ લાગતાં આકાશમાં કાળાં ડિબાંગ વાદળો જોવા મળ્યા હતાં.
આની સાથે જ આસપાસનાં લોકોમાં પણ ભય ફેલાઈ ગયો હતો. વડોદરા ફાયર તથા અન્ય કંપનીઓના ફાયરની ટીમો પણ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ બની છે. અનેકવિધ કેમિકલ તથા પાઉડર બનાવે છે શિવમ કંપની તથા એ સાવલીના ગોઠડા ગામમાં આવેલ છે.
લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા :
પ્રચંડ ધડાકા સાથે લાગેલ આગની ઘટનાને કારણે ગોઠડા ગામ સહિત આજુબાજુના ગામના લોકો ખુબ મોટી સંખ્યામાં ઘટનાસ્થળ નજીક પહોંચી ગયા હતા. સાવલી વડોદરા રોડ ઉપર વહેલી સવારમાં ફાયર બ્રિગેડની ગાડીઓ, એમ્બ્યુલન્સમાં સાયરનો તેમજ પોલીસ તથા વહીવટી તંત્રની ગાડીઓના સાયણોથી ગુંજી ઉઠયા હતા.
ઇજાગ્રસ્ત કામદાર :
આગની ઘટનામાં ગોલુભાઈ, ગીરીશભાઈ, સિરાજુદીન, સુજીતભાઈ, અમરેન્દ્ર, રામકૃષ્ના એમ આટલા લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle