સુરતમાં ફિલ્મીઢબે સર્જાયો હત્યાકાંડ: યુવકનું ગળું કાપી માથું ધડથી કરી નાખ્યું નોખું અને પછી…

આજકાલ હત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળે છે. સુરત તો જાણે લોહિયાળ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ફરીવાર સુરતમાં…

આજકાલ હત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળે છે. સુરત તો જાણે લોહિયાળ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ફરીવાર સુરતમાં એક હત્યાનો બનાવ બન્યો છે જેમાં ખટોદરા બમરોલી રોડ ભીમશક્તિનગરમાં 8 વર્ષ અગાઉ સામાન્ય ઝઘડામાં યુવાનની ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયેલ ઝનૂની સ્વભાવના ઉડીયા યુવાનને એસઓજી દ્વારા કતારગામ ઉત્કલનગર ઝૂપડપટ્ટીમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. સુરતમાં હત્યા કર્યા બાદ તે વતન ગયો હતો અને ત્યાંથી ચેન્નઈ-ભુવનેશ્વર જઈ સેન્ટીગનું કામ કર્યું હતું.

જાણવા મળ્યું છે કે, ત્યારબાદ ઉડીયા યુવાને ફરી વતન પહોંચી લગ્ન કર્યા બાદ દારૂનો ધંધો શરૂ કર્યો હતો જેથી ગામવાળાઓ સાથે તેની માથાકૂટ થઈ હતી અને તેણે ગામવાળાઓ પર ચપ્પુ વડે હુમલો કરતા સ્થાનિક પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. અને 7 મહિના જેલમાં રહ્યા બાદ તે છૂટીને ફરીવાર ત્રણ મહિના પહેલા તે સુરત આવ્યો હતો. જોકે અહિયાં પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

જાણવા મળ્યું છે કે, આજથી આઠ વર્ષ પહેલા સામાન્ય ઝઘડામાં સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ બમરોલીમાં એક ઉડીયા યુવાને બીજા ઉડીયા યુવાનની ગળું કાપીને ધડથી અલગ કરી હત્યા કરી નાખી હતી. હત્યા કરનાર યુવાન ખૂબ જ ઝનૂની હોવાનું સામે આવ્યુ હતું. આ ઉપરાંત આ યુવાન હત્યા કરી ભાગી છૂટ્યો હતો પણ આ હત્યા કરનાર યુવાન છેલ્લા 3 મહિનાથી સુરતમાં આવીને રહતો હોવાની માહિતી એસઓજીના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ લલ્લુભાઈને મળી હતી.

જેને લઈને એસઓજી દ્વારા કતારગામ ઉત્કલનગર ઝૂપડપટ્ટીમાં વોચ ગોઠવી સુમંત ઉર્ફે ઉત્તમ કાલુ પ્રધાનને ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે, પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતા આરોપી પહેલા પણ સચીન અને ખટોદરા પોલીસ મથકમાં મારામારીના ગુનામાં ઝડપાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.

જાણવા મળ્યું છે કે, વર્ષ 2013માં બમરોલી રોડ ભીમશક્તિનગરમાં રહેતો હતો. ત્યારે તેણે સામાન્ય ઝઘડામાં અન્ય ઉડીયા યુવાનની ઘાતકી હત્યા કરી હતી અને તેમાં તે આજ સુધી વોન્ટેડ હતો. તે દરમિયાન ભીમશક્તિનગરની બાજુની સોસાયટીમાં રહેતા બલીયા ઉઆળી બહેરાએ સુમંતના મિત્રને ઝાપટ મારતા સુમંત અને બલીયા વચ્ચે ફોન ઉપર ઝઘડો થયો હતો.

મળતી માહિતી મુજબ, આ ઝગડાની અદાવતમાં જ બળિયા ભીમશક્તિનગરમાં તેના મિત્રના ઘરે બેઠો હતો. તે દરમિયાન સુમંતે ચપ્પુ વડે તેનું ગળું ધડથી લગભગ અલગ કરી ઘાતકી હત્યા કરી હતી અંતે ત્યાંથી ભાગી ગયો હતો. હત્યા કર્યા બાદ તે વતન ગયો હતો અને ત્યાંથી ચેન્નઈ-ભુવનેશ્વર જઈ સેન્ટીગનું કામ કર્યું હતું.

ત્યારબાદ સુમંતે ફરી વતન પહોંચી વર્ષ 2016માં ગામની જ યુવતી સાથે લગ્ન કરી દારૂનો ધંધો શરૂ કર્યો હતો જેથી ગામવાળાઓ સાથે તેની માથાકૂટ થઈ હતી. તેથી તેણે ગામવાળાઓ પર ચપ્પુ વડે હુમલો કરતા સ્થાનિક પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. સુમંત 7 મહિના જેલમાં રહ્યા બાદ ફરી ત્રણ મહિના અગાઉ સુરત આવ્યો હતો અને કતારગામ ઉત્કલનગરમાં રહી છૂટક મજૂરીકામ કરતો હતો. જોકે, પોલીસ દ્વારા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *