ભરૂચના હીરાપોર ગેસ સબ સ્ટેશન નજીક વિશાળ કિંગ કોબ્રા આવી જતાં જીવદયા પ્રેમીએ કર્યું સફળ રેસ્ક્યુ

ભરૂચ(ગુજરાત): અવારનવાર સાપના ડંખના બનાવો જોવા મળે છે. તેમાં હજારો લોકોના મૃત્યુ થતા હોય છે. ત્યારે એક ચોકાવનારો બનાવ ભરૂચમાંથી સામે આવ્યો છે. જ્યાં એક જીવદયા…

ભરૂચ(ગુજરાત): અવારનવાર સાપના ડંખના બનાવો જોવા મળે છે. તેમાં હજારો લોકોના મૃત્યુ થતા હોય છે. ત્યારે એક ચોકાવનારો બનાવ ભરૂચમાંથી સામે આવ્યો છે. જ્યાં એક જીવદયા પ્રેમીએ સાપનું રેસ્ક્યુ કરીને ઘણા લોકોનો જીવ બચાવ્યો છે.

વાલિયાના હીરાપોર ગેસ સબ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ગુરુવારની વહેલી સવારે વિશાળકાય કોબ્રા નાગ એક પાટલા ઘોનો શિકાર કરી તેને ગળી રહ્યો હતો. કર્મચારીઓએ તે દ્રશ્યો જોતાં ગભરાય ગયા હતા. ત્યારબાદ તેઓએ આ અંગે વાલિયા ગામના ડુંગેરી ફળિયામાં રહેતા જીવદયા પ્રેમી કિરણ વસાવાને જણાવ્યું હતું.

ઘટનાની જાણ થતા જ જીવદયા પ્રેમી તેઓની ટિમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 1 કલાકની મહેનત બાદ વિશાળકાય કોબ્રા સાપને પકડી પાડ્યો હતો. વિશાળકાય કોબ્રા પકડાતાં લોકો તેને જોવા એકત્ર થયા હતા. જીવદયા પ્રેમીએ તેને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *