નીલગાયને બચાવવા જતા કાર પલટી અને સર્જાયો ગંભીર અકસ્માત, કાકા-ભત્રીજાના મોત અને…

આજકાલ વધતા અકસ્માતના કેસો દરમિયાન ફરીવાર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સુઇગામના છેવાડાના બોરું ગામના એક વ્યક્તિને રાત્રીના સમયે તાવ આવતાં સ્વીફ્ટ કારમાં સારવાર માટે લઈ જતા સુઇગામ-લીંબુણી ક્સ્ટમ હાઇવે ઉપર રસ્તા વચ્ચે નીલગાય આડી આવતાં કારને અચાનક બ્રેક મારતાં કારમાં સવાર 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત અન્ય 3 વ્યક્તિઓ ઘાયલ થતાં બનાવને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

જાણવા મળ્યું છે કે, સુઇગામ તાલુકાના બોરું ગામના ભરતભાઇ ધરમસીભાઈ જાખેસરાને મંગળવારે રાત્રે ખૂબ જ તાવ આવી ગયો હતો અને ગભરામણ થતાં આ અંગે તેમણે પરિવારને જણાવ્યું હતું અને સુઇગામ સારવાર માટે તેમના કુટુંબી રમેશભાઈની સ્વીફ્ટ કાર નંબર જીજે-02-બીડી-9916 લઈ ભરતભાઈને બેસાડી તેમની સાથે તેમની માતા અંબાબેન, પિતા ધરમસીભાઈ, નાના ભાઈ બળદેવભાઈ તેમજ તેમના કુટુંબી ભાઈ પ્રેમાભાઇને લઇ રાત્રીના સાડા બારના સમયે સુઇગામ જવા નીકળ્યા હતા.

આ દરમિયાન લીંબુણી પાટિયાથી આગળ સુઇગામ તરફ રોડ સાઈડમાંથી અચાનક એક નીલગાય રોડ પર આવી જતાં તેને બચાવવા કાર ચાલક બળદેવભાઈએ અચાનક બ્રેક મારી હતી અને સ્વીફ્ટ કાર ક્સ્ટમ હાઇવે પર પલટી ખાઈ જતાં કારમાં સવાર બીમાર ભરતભાઈના પિતા ધરમસીભાઈ જાખેસરા અને પ્રેમાભાઈ શંકરભાઇ જાખેસરા બન્નેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બન્નેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. ઉપરાંત કારમાં સવાર અંબાબેન, ડ્રાયવર બળદેવભાઈ તેમજ બીમાર ભરતભાઇને નાની મોટી ઇજાઓ પહોચી હતી.

મળતી માહિતી મુજબ, મધ્યરાત્રીના સમયે નિર્જન રણ અને ક્સ્ટમ હાઇવે પર બનેલી અકસ્માતની કરુણ ઘટનાના સમાચારને પગલે બોરુથી કુટુંબીજનો દોડી આવી ઇજાગ્રસ્તોને સુઇગામ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બન્ને મૃતક કાકા-ભત્રીજાની લાશને રેફરલમાં પોસ્ટમોર્ટમ કરાવી અંતિમવિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, ભરતભાઇ જાખેસરાએ સુઇગામ પોલીસ સ્ટેશને કાર ચલાવી રહેલા પોતાના ભાઈ બળદેવભાઈ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *