સૌરાષ્ટ્રના અમરેલીમાંથી પતિની લીલાની એક ઘટના સામે આવી છે. પત્ની હાજર હોવા છતાં બીજી સ્ત્રી સાથેની આડા સંબંધ ધરાવતા પતિએ હદ ત્યારે પાર કરી દીધી, કે જ્યારે તે પોતાની પ્રેમિકાને પણ ઘરે લાવ્યો હતો. પત્નીની સામે જ પ્રેમિકાને ઘરે લાવીને તેની સાથે રહેવાનું એલાન પણ કર્યું હતું. આ બનાવમાં ભોગ બનેલ પત્ની મહિલાએ જ 181 પર હેલ્પલાઈનની મદદ માંગી હતી. આ મહિલાએ જ હેલ્પલાઈન નંબર પર ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
અમરેલી અભયમના કાઉન્સેલર રોબી બ્લોચ પોતાની ટીમની સાથે આ મહિલાના ઘરે પહોચી પણ ગયા હતા. મહિલાના પતિ એ કુલ 4 સંતાનોના પિતા છે. પરિણીત હોવા છતાં પણ તેમણે બીજી સ્ત્રીની સાથે પ્રેમ-સંબંધ પણ બાંધ્યો હતો. જ્યારે પ્રેમિકા મહિલાના પતિનું પણ મૃત્યુ થયું છે. ત્યારપછી તે અન્ય પુરૂષના સંપર્કમાં પણ આવી હતી.
પત્ની અને સાથે 4 બાળકો હોવા છતાં પણ તે પોતાની પ્રેમિકાને ઘરે તેની સાથે રહેવા માટે લઈને આવ્યો હતો. ઘરે પહોંચેલ અભયમની ટીમે આવો સંસાર ન તોડવા માટે વિગતવાર સમજણ પણ આપી હતી. 5 વ્યક્તિની જિંદગી ધૂળ ન થાય તે માટે સમજણ પણ આપવામાં આવી હતી. પત્ની હોવા છતાં પણ પ્રેમિકાની સાથે લીલાથી કેવા કાયદાકીય પગલાં લેવાઈ શકે છે, તે અંગેની પણ જાણ આપવામાં આવી હતી.
ભોગ બનેલ પત્નીનું કાઉન્સેલિંગ કર્યા પછી વધુ સમજણ માટે પોલીસ બેઈઝડ સપોર્ટ સેન્ટરમાં મોકલી દેવામાં આવી છે. જેમનું યોગ્ય રીતે કાઉન્સેલિંગ કરીને જ આગળનાં પગલાં લેવામાં આવશે. આની સિવાય જાફરાબાદમાં રહેતી એક મહિલાને એના પતિએ રસોઈ બનાવતા ન આવડતું હોવાનું કહીને મારામારી કરી હોવાનો બનાવ પણ પોલીસ ચોપડે નોંધાઈ ગયેલ છે.
જેમાં મહિલાના સાસુ વારંવાર તેને શારીરિક ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકતા હતા. આ અંગે PSI જે.એલ.ઝાલાએ સમગ્ર કેસની તપાસની પણ શરૂઆત કરી દીધી છે. મહિલાએ આગળ જણાવતાં કહ્યું હતું કે, પતિએ ગાળો બોલીને કહ્યું કે, રસોઈ બનાવતા પણ આવડતું નથી. ત્યારપછી ઢોરમાર પણ માર્યો હતો. જ્યારે સાસુએ શારીરિક-માનસિક ત્રાસ આપીને ઘરમાંથી પણ કાઢી મૂકી હતી.
ત્યારબાદ મહિલાએ એમના પતિ અને સાસુની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાફરાબાદ પોલીસમથકમાં ફરિયાદ પણ નોંધાવી છે. લોકડાઉનના સમયમાં પણ ઘરકંકાસની ફરિયાદમાં નોંધપાત્ર વધારો જોવાં મળ્યો હતો. જો કે, હવે લોકડાઉનના સમયમાં પણ પુરૂષો કામવિહોણા થતાં જ પત્ની પર અત્યાચાર પણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.