ગુજરાતમાં કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે નોકરીને સુવર્ણ તક

હાલમાં ગુજરાત યુનિવર્સિટીની સાથે જોડાયેલી કોલેજોમાં બીકોમ, બીએ, બીએસસી, બીસીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મેગા જોબ ફેરનું આયોજન કરાયું છે. આ જોબ ફેરનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે બે દિવસ માટે યોજાશે. આ જોબ ફેરમાં વિવિધ કંપનીઓ 5900થી વધુ નોકરી ઓફર કરશે.આ જોબ ફેર ૬ અને ૭ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે.આ ફેર માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું છે.આ ઉપરાંત સ્થળ પર પણ રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

ગુજરાત યુનિવર્સિટીની જુદી જુદી શાખાઓમાં અભ્યાસ કરતા 4500 જેટલા વિદ્યાર્થીએ ઈન્ટરવ્યૂમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય અને જોબ ફેર પર સીધા પહોંચનાર વિદ્યાર્થીઓ ઈન્ટરવ્યુ આપી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. વિદ્યાર્થીઓને બેન્કિંગ, ઓટો મોબાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ સહિતના વિભાગોમાં ઝાયડસ કેડિલા, હેલ્થ કેર, ઇન્ટાસ, આઈસીઆઈસીઆઈ, ટેક મહિન્દ્રા જેવી કંપનીઓ દ્વારા જોબ ઓફર કરાશે.

વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યૂ લઈને મેડિકલ રિપ્રેઝન્ટેટિવ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ક્વોલિટી કન્ટ્રોલ સહિતના પદો માટે નોકરીઓ અપાશે. વિદ્યાર્થી ધારે તો એકથી વધારે કંપનીમાં પણ ઈન્ટરવ્યૂ આપી શકશે. પસંદગી પામનાર ઉમેદવારને હાજર સ્થળ પર જ એપોઇન્ટમેન્ટ લેટર અપાશે. પસંદગી પામનાર વિદ્યાર્થીઓએ અંતિમ વર્ષનું પરિણામ મેળવી લે ત્યારબાદ જુન – જુલાઈ મહિનાથી જોબમાં જોડાવાનું રહેશે. મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 12 હજારથી લઈને 20 હજાર સુધીની નોકરી મેળવવા માટેની તક અપાઈ મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *