Surat News: છોકરીઓ સાથે છેડતીના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. તેઓ ગંદા ઇશારા અને અપમાનજનક શબ્દોનો ભોગ બને છે. ઘણીવાર તો મહિલાઓ શેરી-ગલીઓથી લઈ કામ કરવાના સ્થળ સુધી તેમની સાથે થતી અભદ્ર હરકતોને સહન કરતી હોય છે.ત્યારે આવી જ એક ઘટના સુરતના સિંગણપોર વિસ્તારમાંથી સામે આવી છે.સિંગણપોર(Surat News) પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર જ 12 દિવસ પહેલાં ધોરણ-4માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની રોડ પર છેડતી થઈ હતી. જે તે સમયે પોલીસે માત્ર અરજી લીધી હતી કોઈ કાર્યવાહી થઈ નહોતી, પરંતુ આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદ લેવામાં આવી હતી.
શ્રમિક દ્વારા બાળકીની નજીક પહોંચીને અડપલાં કરવામાં આવ્યા
સિંગણપોર વિસ્તારમાં રહેતા મરાઠી પરિવારની ધોરણ-4માં અભ્યાસ કરતી સગીર દીકરી સ્કૂલેથી ઘરે જવા રોડ પરથી પસાર થતી હતી. તે દરમિયાન રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં એક મકાનમાં કામ કરતા શ્રમિક દ્વારા બાળકીની નજીક પહોંચીને તેની સાથે અડપલા કરવામાં આવ્યા હતા.જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ જવા પામી છે.ત્યારે આ સીસીટીવીના આધારે પોલીસ સ્ટેશનમાં તે ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.પરંતુ પોલીસે ફરિયાદ ન લઇ મામલો પતાવવા માટે કહ્યું હતું. સિંગણપોર પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર જ 12 દિવસ પહેલાં ધોરણ-4માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની રોડ પર છેડતી થઈ હતી.
પોલીસ દ્વારા ઘટનાની ફરિયાદ લેવામાં આવી ન હતી
આ ઘટના બન્યા બાદ દીકરીએ ઘરે જઈને માતાને આ વાત કરી હતી. તેની માતા પોલીસ સ્ટેશન પહોંચી તો તેની અરજી લેવામાં આવી હતી. જોકે ફરિયાદ દાખલ થઈ નહોતી. બીજી તરફ આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. ઘટનામાં પોલીસે ફરિયાદ ન નોંધી હોવાથી મીડિયામાં સવાલ ઉઠ્યા હતા. જેને પગલે પોલીસે બાળકીના પિતાને બોલાવીને તેની પાસેથી ફરિયાદ લીધી હતી.
સીસીટીવી વાઇરલ થયા બાદ ફરિયાદ દાખલ કરી
શ્રમિકે રોડ પર બાળકી સાથે અડપલા કર્યા હતા સિંગણપોર પોલીસે જે તે સમયે કોઈ કાર્યવાહી નહોતી કરી પરંતુ સીસીટીવી વાયરલ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube