સુરતમાં કોરોના આઈસોલેશન સેન્ટરમાં જીવના જોખમે સેવા કરતા કાર્યકર્તાઓ માટે નિવૃત મહિલા પ્રોફેસરે આપ્યું મોટું દાન

Published on: 7:30 pm, Mon, 3 May 21

કોરોનાને એક થઈને હરાવવાનું કેમ્પેઈન હાલ જોરશોરથી ચાલી રહ્યું છે, કેટલીય સંસ્થાઓ અને સંગઠનો કોરોનાને હરાવવા મેદાને આવ્યા છે. કહેવાય છે જેને સેવા કરવી જ છે અને જેનામાં સેવાનો ભાવ છે તેમની તમે તેટલી વાતો કરીએ એટલી ઓછી છે. કોરોના આઈસોલેશન સેન્ટરમાં જીવના જોખમે સેવાભાવી કાર્યકર્તાઓ દર્દીઓની સેવા કરી રહયા છે. આવા આઈસોલેશન સેન્ટરમાં સેવા આપતા પેરા મેડીકલ સ્ટાફને પગાર આપી સુરતના એક નિવૃત મહિલા પ્રોફેસરે એક નાગરીક કર્તવ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડયુ છે.

a large donation made by a retired female professor for serving workers surat trishulnews1 » Trishul News Gujarati Breaking News surat

ઓલપાડ કોલેજના નિવૃત પ્રોફેસર કોકિલાબેન મજીઠીયાએ તેના પેન્શન અને નિવૃત મુડીમાંથી આજે કોરોના આઈસોલેશનમાં આરોગ્ય સેવા આપતી બહેનોને તેના પગારના ચેકો અર્પણ કર્યા હતા, નાના વરાછા કોમ્યુનિટી હોલ ખાતે સંસ્કૃતિ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા વતિ આઈસોલેશન સેન્ટર્સમાં સેવા આપતી કુ.દિપાલી રાજેશભાઈ કિકાણી તથા ભુમિકા દેવરાજભાઈ મીરોલીયાને પગારના ચેક કોકીલાબેન તરફથી અર્પણ કરાયા હતા. ઉપરાંત ઉત્રાણ ગામ ખાતે કોમ્યુનિટી હોલમાં લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત કોરોના આઈસોલેશન સેન્ટરમાં કામ કરતા કલ્પાબેન જી. પરમાર અને અરવિંદભાઈ એમ.ચાવડાને તેની સેવા મુલ્ય પેટે ચેક અર્પણ કર્યા હતા.

a large donation made by a retired female professor for serving workers surat trishulnews2 » Trishul News Gujarati Breaking News surat

કોરોના મહામારીમાં લોકોને મદદરૂપ થવા સુરતમાં અનેક કોરોના આઈસોલેશન સેન્ટર્સ શરૂ થયા છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને અન્ય દાતાઓ અને સંસ્થાઓ તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે. 60 થી વધુ સંસ્થા ભેગી મળી શરૂ કરેલ સેવા સંસ્થાના માધ્યમથી 15 જેટલા આઈસોલેશન સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે. એક નિવૃત પ્રોફેસર તરીકે હવે તે કોરોનામાં સેવા નહિ કરી શકે પરંતુ સેવા કરતા વ્યકતિને હું પગાર આપીશ તેવી સંવેદના સાથે કોકીલાબેને દાન આપવા સંકલ્પ કર્યો હતો.

a large donation made by a retired female professor for serving workers surat trishulnews3 » Trishul News Gujarati Breaking News surat

આજે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતને કોકીલાબેન મજીઠીયા એ 1,00,000 રૂપિયાનો ચેક કોરોના કેર ફંડમાં આપ્યો હતો, ફંડ માંથી સમાજ મહિલા તબીબ સ્ટાફને તેનું વેતન ચુકવશે. આ પ્રસંગે સમાજના ટ્રસ્ટીશ્રીઓ ઉપરાંત ઈનર વહીલ કલબ સુરત ઈસ્ટના શ્રીમતિ જયશ્રીબેન ભાલાળા પણ ઉપસ્થિત રહયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.