ગઈકાલે સુરત અને આજે અમદાવાદમાં થયો સ્પાની આડમાં ચાલી રહેલા દેહવ્યાપારનો પર્દાફાશ- અમિત શાહનું નામ આવ્યું સામે

અવારનવાર રાજ્યમાંથી સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાસ થતો હોય છે ત્યારે ઘણીવાર આવા જ સમાચાર અમદાવાદમાંથી અનેકવિધ જગ્યા પરથી સ્પા ચાલતું હોય છે. જો કે,…

અવારનવાર રાજ્યમાંથી સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાસ થતો હોય છે ત્યારે ઘણીવાર આવા જ સમાચાર અમદાવાદમાંથી અનેકવિધ જગ્યા પરથી સ્પા ચાલતું હોય છે. જો કે, કેટલીક જગ્યાએ સ્પાના નામે ગેરકાયદેસર દેહવેપારનો ધંધો પણ ચાલતો હોય છે.

ગઈકાલે જ સુરતનાં રાહુલરાજ મોલમાં ચાલી રહેલ દેહવ્યાપારનો પર્દાફાસ થયો હતો. એકસાથે 16 યુવતીઓની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં સોલા પોલીસ દ્વારા રસ્તા પર બીભત્સ ચેનચાળા કરતી 15 જેટલી રૂપલલનાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારપછી પોલીસ દ્વારા નરોડા વિસ્તારમાંથી એક દેહવેપારના એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો. હવે ફરીથી નરોડા વિસ્તારમાં જ પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલી રહેલ દેહવેપારના રેકેટનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પોલીસ દ્વારા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

નરોડા પોલીસને મળેલ જાણકારી મુજબ ગેલેક્સી એવન્યૂ કોમ્પ્લેક્સમાં સ્પાના નામે દેહવેપાર ચાલી રહ્યો છે. પોલીસ દ્વારા તપાસ કરતા માહી સ્પાના નામે દેહવેપાર ચાલી રહ્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા સંચાલક જીગર મકવાણા, રાકેશ પરમાર તેમજ એક યુવતીની ધરપકડ કરવામાં આવી છે.

આની સાથે જ પોલીસ દ્વારા આ લોકોની વિરુદ્ધ ધી ઈમોરલ ટ્રાફિક એક્ટની કલમ 3,4,5,7 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, આ લોકો કેટલા સમયથી દેહવેપારનું રેકેટ ચલાવી રહ્યા હતા તથા અન્ય યુવતીઓને સ્પામાં બોલાવવામાં આવતી હતી કે કેમ?

સંચાલક તેમજ મહિલા મેનેજરની ધરપકડ:
આની પહેલા સામે આવેલા કેસમાં પોલીસ દ્વારા સ્પા સંચાલક તથા મહિલા મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને મળેલ જાણકારી મુજબ, નરોડા વિસ્તારની નીલકંઠ પેરેડાઈઝ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નંબર-22માં આવેલ આયુશી સ્પામાં સ્પાના મલિક અમિત શાહ તથા મહિલા મેનેજર ભેગા થઈને પોતાના આર્થિક લાભ માટે બહારથી ભાડુતી યુવતીઓને બોલાવી દેહવેપાર કરાવતી હતી.

આની માટે તેઓ યુવતીઓને એક ગ્રાહક દીઠ 300 રૂપિયા આપવામાં આવતા હતા. બંને યુવતીઓને સ્પામાં રાખીને બહારથી પુરુષો ગ્રાહકોને બોલાવતા હતા. પોલીસને મળેલ બાતમીને આધારે તપાસ કરતા સ્પા માલિક તેમજ મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી. આની સાથે જ અહીંથી 5 યુવતીઓ પણ મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *