પાણીપુરીનો ચટાકો મારી નાંખશે! પાંડેસરામાં આરોગ્ય વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં પુરીનો જથ્થો નાશ કરાયો

Surat Panipuri News: પાણીપુરીના શોખીનો પાણીપુરી ખાતા પહેલા ચેતી જજો. કારણ કે પાણીપુરી બનાવવામાં વપરાતી પુરી ખુબ જ ગંદકીમાં (Surat Panipuri News) બનાવતા હોવાનું સામે આવ્યું છે તાજેતરમાં જ સુરતના પાંડેસરા વિસ્તારમાં મનપાની આરોગ્યની ટીમે લાલઆંખ કરી છે.

જેમાં પુરી બનાવતા લોકોને ત્યાં મનપાએ દરોડા પાડ્યા હતા જેમાં ખુબ જ ગંદકીમાં પુરી બનાવામાં આવતી હતી અને તે આરોગ્ય માટે ખુબ જ હાનિકારક હતી અને બીજી વાત એ કે ઉનાળામાં આવી વસ્તુઓ આરોગ્ય માટે ખુબ જ હાનિકારક હોય છે.ત્યારે મનપાની ટીમે મોટા પ્રમાણમાં પાણી પુરીનો જથ્થો નાશ કરી દંડની કાર્યવાહી કરી છે.

પાણીપુરીની લારીઓ પર મનપાએ તવાઈ બોલાવી
સુરતમાં ગરમીના પ્રકોપ સાથે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો વધતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. પાલિકા આરોગ્ય વિભાગની ટીમે માર્ગો પર ખુલ્લેઆમ વેચાણ થતા ખાદ્ય પદાર્થોની દુકાનો અને લારીઓ પર ચેકિંગ હાથ ધર્યું છે. શહેરમાં ઝાડાઉલટીના કેસ વધતા ખાસ કરીને પાણીપુરીની લારીઓ પર તપાસ થઈ રહી છે.

વેપારીને ફટકાર્યો દંડ
આરોગ્ય વિભાગ દ્વારા પાંડેસાર વિસ્તાર અને ગોવાલકમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં આજે હાથ ધરાયેલ ચેકિંગમાં ચિંતાજનક બાબત સામે આવી.વિભાગના કર્મચારીઓએ ગોવાલકમાં પાણીપુરી મેન્યુફેક્ચરરને ત્યાં પાડવામાં આવેલ દરોડામાં જોયું કે જ્યાં પાણીપુરી બનાવવામાં આવે છે તે સ્થાન પર મોટાપાયે ગંદકીનું સામ્રાજય છે. ગંદકીવાળી જગ્યાએ પાણી પુરી બનાવવામાં આવતી હતી.

ગંદકીવાળી જગ્યાએ બનાવવામાં આવેલ પાણીપુરીના કારણે લોકોના બીમાર પડવાની સંભાવના વધુ રહે છે. ઉનાળામાં આવી વસ્તુઓ આરોગ્ય માટે વધુ હાનિકારક સાબિત થાય છે. લોકોના સ્વાસ્થ્ય ચેડાં કરનાર પાણી પુરી વિક્રેતા સામે વિભાગ દ્વારા પગલા લેતા નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો.