વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. 25 વર્ષના મુકેશ કુમાર ટોકે રૂમમાં ફાંસી લગાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મુકેશએ મરતા પહેલા એક નોટ લખી હતી અને બે વીડિયો બનાવ્યા હતા. પહેલા વીડિયોમાં તે તેની પત્નીની રૂપમને ઘરે પરત આવાની વિનંતી કરી રહ્યો છે, ત્યારે બીજા વીડિયોમાં રૂપમના પરિવારને તેના આપઘાતના દોષી ગણાવ્યા છે.
મુકેશ અને રૂપમએ 20 જાન્યુઆરી 2022ના રોજ આર્ય સમાજ મંદિરમાં કર્યા હતા. રૂપમ પોતે CA છે. બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. બંને વચ્ચે એક વર્ષ સુધી બધુ જ સરખું ચાલી રહ્યું હતું, બંને રાજી-ખુશીથી જીવતા હતા. લગભગ બે મહિના પહેલા મુકેશ કામ અર્થે તેના ગામ જહાજપુર ગયો હતો અને ત્યારે રૂપમ મુકેશને જાણ કર્યા વગર તેના પિયર જતી રહી હતી. જયારે મુકેશ પાછો આવ્યો ત્યારે તેને મુકેશે રૂપમનો સંપર્ક કરવાનો ખુબજ પ્રયાસ કર્યો હતો, પણ રૂપમ પાછી આવી નહીં.
મુકશે તેના પહેલા વીડિયોમાં કહ્યું હતું કે, રૂપમ પ્લીઝ પાછી આવીજા. હું ખૂબ પરેશાન છું, મને કંઈ સમજાતું નથી. મારું મગજ કામ નથી કરતું. પ્લીઝ રૂપમ પાછી આવીજા. હવે હું કંઈ નહીં કરું, તને ખુશ પણ રાખીશ. પ્લી ઝ તું પાછી આવીજા, તું ખાલી એક વખત મારી સાથે વાત કરીલે મને બીજું કંઈ નથી જોઈતું.
જયારે બીજા વીડિયોમાં મુકશે તેના આપઘાત પાછળનું કારણ તેના સાસરિયાના લોકોને કહ્યું અને તેની પત્નીને નિર્દોષ કીધી. વીડિયોમાં મુકેશે કહ્યું કે, મારું નામ મુકેશ કુમાર ટોક છે, આજે હું આપઘાત કરી રહ્યો છું. મારા આપઘાતનું કારણ રૂપમનો પરિવાર છે, રૂપમના પરિવારના લોકો મને ધમકી આપે છે.
મારા સાસરીયા વાળા મને મારી નાખવાની ધમકી આપે છે, મને આવી ઘમકી અવાર નવાર મળે છે. મને કહે છે કે, મારી છોકરીનો હાથ છોડી દે, તેના ફોટા હટાવી દે. તને તેના બદલામાં જોઈએ એટલા પૈસા આપીશું. તને ગોળી મારી દઈશું અને તને બદનામ કરી નાખીશું. તારા પરિવારને પતાવી દઈશું.
આ બધી વાતની સાથે હું રોજ રોજ મરી રહ્યો છું. મને અવારનવાર ટોર્ચર કર્યું. મને રામજસ મુંદડા, જગદીશચંદ્ર મુંદડા, પાર્થ, રૂપમની માતા કૌશલ્યા, નીરજ માહેશ્વરી મહેશ કુમાર, ભાવના મુંદડા અને વિશાલ મુંદડા ખુબજ હેરાન કરી રહ્યા છે. મારી પાસે વિશાલે ઘણા પૈસા લીધા છે. મેં તેને અવારનવાર મેં પૈસા આપ્યા છે. રૂપમ તું વિશાલ પાસેથી પૈસાનો હિસાબ લઇ લેજે.
મુકશે આગળ વાત કરતા જણાવ્યું કે, રૂપમ તું તારા પરિવારને પૂછજે મને આટલી ધમકી કેમ આપી. તારા પરિવારે તને જાણ પણ નથી થવા દીધી કે તારી પાછળ શું થઈ રહ્યું હતું. મને ખુબજ ટોર્ચર કર્યું. તારા પરિવારના લોકો આરોપી છે. તે લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. આગળ વાત કરતા કહ્યું કે, કોઈ રૂપમને કંઈ નહીં કહે. આમાં રૂપમનો કંઈ વાંક નથી. વાંક રૂપમના પરિવારનો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.