ભાવનગર-સોમનાથ હાઇવે પર સિંહની લટાર: ડાલામથ્થો રસ્તા પર આવી જતાં વાહનોનાં પૈડાં થંભી ગયાં, જુઓ વીડિયો

Lion Video: અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહ વસવાટ કરી રહ્યા છે. અવારનવાર સિંહ ગ્રામીણ વિસ્તારની અંદર શિકારની શોધમાં આવે છે. ત્યારે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક રાત્રીના સમયે સિંહ હાઇવે(Lion Video) જોખમી રીતે ક્રોસ કરતા વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.તેમજ આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે.

સિંહ પરિવાર સાથે રોડ ઉપર આવી જવાની ઘટના બની
અમરેલી જિલ્લામાં સિંહ વસવાટ કરે છે. ધારી તાલુકામાં સિંહ પરિવાર અવારનવાર શિકારની શોધમાં ગ્રામીણ વિસ્તારોમાં આવે છે.

રાતે મોટાભાગે સિંહ શિકારમાં નીકળે છે.જો કે અહીં નેશનલ હાઇવે ઉપર વારંવાર સિંહો માર્ગ ક્રોસ કરવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે સિંહોની સુરક્ષા વધારવી જરૂરી છે. અગાઉ સિંહ બાળ અને સિંહ પરિવાર સાથે રોડ ઉપર આવી જવાની ઘટના બની હતી.

લોકોમાં ચિંતા જોવા મળી
સિંહ એ ભારતની શાન છે. અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારોમાં સિંહના વીડિયો સામે આવે છે. સિંહના શિકારનાં વીડિયો સામે આવે છે. અનેક વખત ગામડામાં આવી ચઢેલા સિંહનો વીડિયો સામે આવે છે. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. તેમજ રાત્રીના સમયે અને વહેલી સવારે સિંહો ખુલ્લા વિસ્તારમાં વધુ પડતા આવી જાય છે. આજે કાગવદર ગામ નજીકનો વધુ એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સિંહપ્રેમીઓમા ચિંતા વ્યાપી છે.

આવા અનેક વિડીયો વારંવાર સામે આવે છે
નોંધનીય છે કે, જંગલના આસપાસના ગામડાંઓમાં સિંહ લટાર મારતા જોવા મળતા હોય છે. આવી ઘટનાઓ અમરેલીમાં વધારે બનતી હોય છે. કારણ કે, અમરેલી જિલ્લો ગીરના જંગલને અડીને આવેલો છે. જેથી ઘણીવાર જો જંગલમાં શિકાર ના મળે તો ગામડાંઓમાં શિકારની શોધમાં આવતા હોય છે.