એક જ દિવસમાં ગુજરાતમાં બે અલગ-અલગ જગ્યાએ પ્રેમી પંખીડાએ કરી લીધો આપઘાત

બનાસકાંઠા(ગુજરાત): આજકાલ આપઘાતના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન, બનાસકાંઠા જિલ્લામાં આજે એક સાથે બે અલગ-અલગ જગ્યાએ પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં થરાદના ચાંગડા ગામની સીમમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હતી. આ ઉપરાંત, ધાનેરાના રામસણ પાસે ટ્રેન નીચે પડતું મૂકી પ્રેમીપંખાડીએ આત્મહત્યા કરતા યુવકનુ સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવતીને ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં ખાસ કરીને પ્રેમી-પંખીડાની આત્મહત્યા ખૂબ જ વધી ગઈ છે. આજે પણ એક સાથે અલગ અલગ જગ્યાએ બે પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં થરાદના ચાંગડા ગામની સીમમાં ઝાડ પર ગળેફાંસો ખાઈ પ્રેમી પંખીડા આત્મહત્યા કરી હતી.

આ બનાવને પગલે આજુબાજુના લોકો સહિત થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવક-યુવતીની લાશને ઝાડ પરથી નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી બાજુ ધાનેરાના રામસણ ગામ નજીક પણ પ્રેમી-પંખીડાએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જોકે, આ ઘટનામાં યુવક ટ્રેન નીચે કચડાઇ જતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.

જ્યારે યુવતીને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. દિનપ્રતિદિન વધી રહેલી આત્મહત્યાની ઘટનાથી લોકોમાં પણ ચિંતાની સાથે અરેરાટી ફેલાઇ રહી છે. એમ પણ કહી શકાય કે, બનાસકાંઠામાં આવેલી નર્મદાની મુખ્ય કેનાલ પણ જાણે સુસાઈટ પોઈન્ટ સમાન બની ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *