અમેઠીમાં મોટો માર્ગ અકસ્માત, બેકાબુ કાર ઝાડ સાથે અથડાતાં ઘટના સ્થળે જ મહિલા સહીત 3ના કરુણ મોત

Amethi Accident: ઉત્તર પ્રદેશના અમેઠીમાં ફરી એકવાર ઓવર સ્પીડનો કહેર જોવા મળ્યો છે. જેમાં ઓવર સ્પીડમાં આવતી કારે કાબુ ગુમાવ્યો હતો અને ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.જે બાદ રાહદારીઓ તરફથી માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં(Amethi Accident) મોકલ્યા અને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

વાસ્તવમાં, કાર સવારો રાયબરેલીથી કામાસિન ગામ સુધી વરઘોડો લઈને આવ્યા હતા.તે દરમિયાન મધરાત્રે ત્રણ વાગ્યે ગૌરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોપાલ પુર પાસે કાર કાબુ બહાર નીકળી ગઈ અને ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં કારમાં મુસાફરી કરી રહેલી મહિલા સહિત ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.જેના કારણે તેના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

રસ્તા પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી
આ અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતા તેમને આ અંગે પોલીસને તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.જે બાદ ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસની ટીમએ મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.તેમજ તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ત્રણ ઘાયલોની ગંભીર હાલતને જોતા ડોક્ટરોએ તેમને રાયબરેલી એઈમ્સમાં રિફર કર્યા હતા.

આ અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત
મળતી માહિતી મુજબ, અકસ્માતમાં કાર સવાર સંતોષ સિંહ, આલોક સિંહ અને દીપા સિંહનું મોત થયું છે. જ્યારે અનુષ્કા, નિહારિકા સિંહ અને મનવીર સિંહની ગંભીર હાલતને જોતા ડોક્ટરોએ તેમને રાયબરેલી એઈમ્સમાં રિફર કર્યા છે. ગૌરીગંજના એસએચઓ અમર સિંહે જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. ઘાયલોને યોગ્ય સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.