Banaskantha News: બનાસકાંઠા વિસ્તારમાંથી મોટાપાયે ચાંદીની ચોરી કરનાર આરોપી ઝડપાયા છે.જેમાં ગુંદરી પોસ્ટ પરથી પાંથાવાડા પોલીસે(Banaskantha News) શંકાસ્પદ અલગ અલગ ચાંદીના દાગીના ઝડપી પાડ્યા છે. પાંથાવાડા પોલીસ બોર્ડર પર રૂટિંગ ચેકિંગ કરી રહી હતી તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ ગાડી આવતાં તેને રોકાવી તપાસ કરતા તેમાંથી અલગ અલગ ચાંદીના દાગીના સાથે એક ઇસમને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચાંદીના દાગીના સાથે એક શખ્સ ઝડપાયો
બનાસકાંઠા જિલ્લામાં આવેલી પાથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ ચાંદીના દાગીના સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પાથાવાડા પોલીસ ગુંદરી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન બાતમી હકીકત આધારે રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ શિફ્ટ ગાડી( RJ-30CA-2690)આવતા પોલીસે તેને રોકાવી ગાડી તપાસ કરતા ગાડીમાંથી અલગ અલગ સાઈઝના બાળકોના તેમજ મહિલાઓના ચાંદીના નાના-મોટા દાગીના મળી આવ્યા હતા.
પોલીસે કુલ 62.904 ગ્રામ ચાંદી ઝડપાયું
પોલીસે ગાડી ચાલક વિશાલ તુલસીદાસ વ્યાસ (રહે,શિવ સુંદર સદન રામપુરા નાથદ્વારા રાજસ્થાન) વાળાને ચાંદીના દાગીના બાબતે પૂછતા ગાડી ચાલકે પોલીસને કોઈ સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે કુલ 62.904 ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત 43 લાખ 50 હજાર 727ના કબજે લઈ સીઆરપીસી કલમ મુજબ ગાડી ચાલકની અટક કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આ દાગીના ઝડપી પાડ્યા
પગમાં પહરેવાની નાની મોટી સાઇઝની વીછી, નાના બાળકોના પગમાં પહેરવાના કડા,સ્ત્રીઓને પગમાં પહેરવાના કડા,બાળકોના હાથમાં પહેરવાના કડા
ચાંદીની સીંદુર ડબ્બી,ત્રિશુલ,છતર,તુલસી કયારા અને કાનુડાના ઝુલાના પેકેટો કુલ મળી પોલીસએ 43 લાખ 50 હજાર 727નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube