નશામાં ધૂત યુવકે રોંગસાઈડમાં કાર ચલાવી લોકોના જીવ સાથે રમ્યો- ફૂટબોલની જેમ વાહનો ઉછાળ્યા અને ચાર રાહદારીઓને અડફેટે લીધા

Vadodara Hit and Run: વડોદરા શહેરમાં નશામાં ધૂત યુવકે લોકોના જીવ જોખમમાં મુક્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.શહેરના માણેજા ક્રોસિંગ પાસે ગઈકાલે રાત્રે એક નશાખોર…

Vadodara Hit and Run: વડોદરા શહેરમાં નશામાં ધૂત યુવકે લોકોના જીવ જોખમમાં મુક્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.શહેરના માણેજા ક્રોસિંગ પાસે ગઈકાલે રાત્રે એક નશાખોર યુવકે રોંગ સાઇડમાં કાર ચલાવીને અનેક વાહનોને અડફેટે લીધા હતા. તેમજ 4 રાહદારીઓ(Vadodara Hit and Run) ટક્કર વાગતા ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાના પગલે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને આ યુવકને મેથીપાક ચખાડ્યો હતો.મકરપુરા પોલીસે યુવકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

યુવકે પોતાની કાર રોંગ સાઈડ પર હંકારી અનેક વાહનોને અડફેટે લઇ અકસ્માત સર્જ્યો
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના મકરપુરા વિસ્તારમાં નશામાં ચકનાચૂર થઇ વાઈસ ખાન નામના યુવકે પોતાની કાર રોંગ સાઈડ પર હંકારી અનેક વાહનોને અડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં અનેક લોકોને ઈજા પહોંચતા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતના પગલે દોડી આવેલ લોકટોળાએ નશેબાજ વાઈસ ખાનને પકડી મેથીપાક ચખાડી નશેબાજ કારચાલાક વાઈસ ખાનને મકરપુરા પોલીસને હવાલે કરતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા
મકરપુરા રોડ પર નશેબાજ કારચાલાક દ્વારા કરવામાં આવેલ છે. જેમાં કારચાલક પુરપાટ ઝડપે કાર હંકારતો જોવા મળી રહ્યો છે અને સ્ટેરિંગ પર કાબૂ ન રહેતા કાર ડિવાઇડરમાં ચઢાવી દીધી બાદમાં કાર રિવર્સ લઇ રોંગ સાઈડ ચલાવી અનેક લોકોને અડફેટમાં લેતા નજરે પડે છે. જોકે અકસ્માત સર્જનાર નશેબાજ કારચાલક વાઇસ ખાનને રાતોરાત જામીન આપી દેતાં નશામાં ધૂત કારચાલકને જામીન આપવામાં પોલીસે કેમ ઉતાવળ કરી તે સવાલ ઉભા થઇ રહ્યા છે.

યુવકને કારમાંથી ઉતારીને લોકોએ માર્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે માણેજા ક્રોસિંગ પાસે ગઈકાલે રાત્રે નશામાં ધૂત વ્યક્તિએ સ્ટીયરિંગ પર કાબૂ ન રહેતાં કાર ડિવાઇડર પર ચડાવી દીધી હતી. બાદમાં કાર રિવર્સ લઇ રોંગ સાઈડમાં જ બેફામ દોડાવી હતી. રોંગ સાઇડમાં કાર લઇને યુવક નીકળતાં આસપાસમાં પસાર થઈ રહેલા વાહનચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાયો હતો. આ યુવકે અનેક ગાડીઓને ટક્કર મારી હતી અને એમાં 4 રાહદારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ યુવકને કારમાંથી ઉતારીને લોકોએ માર્યો હતો. મકરપુરા પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતાં એક કાળા કલરની હ્યુન્ડાઇ ઓરા કારનો ચાલક રોડ ઉપર બકવાસ કરતો હતો અને નશો કરેલી હાલતમાં હતો.

ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં
રાત્રે 9.30 વાગ્યાની આસપાસ મકરપુરા પોલીસને વર્ધી મળી હતી કે માણેજા ક્રોસિંગ પાસે અન્નપૂર્ણા સ્ટોર સામે એક યુવકને દારૂ પીને કાર ચલાવતા પકડ્યો છે અને ત્યાંના લોકો માર મારે છે, જેના આધારે પોલીસ સ્થળ દોડી ગઈ હતી અને ત્યાં જઈને તપાસ કરતાં એક કાળા કલરની હ્યુન્ડાઇ ઓરા કાર (GJ-06- PM-6851)નો ચાલક રોડ ઉપર બકવાસ કરતો હતો અને દારૂ જેવા કેફી પીણાનો નશો કરેલી હાલતમાં હતો. પોલીસે તેનું નામ પૂછતાં પોતાનું નામ વૈશ મહંમદ સફીક પઠાણ (ઉં.વ.38) (રહે.મોઈન પાર્ક, માણેજા ક્રોસિંગ પાસે, વડોદરા), હોવાનું જણાવ્યું હતું.