લૂડો પ્રેમીઓને આ ઘટના હચમચાવી દેશે, નાનકડી વાતમાં ખેલાઈ ગયો લોહિયાળ ખેલ- જાણી ચોંકી જશો

ભારત દેશમાં લોકશાહી છે, લોકશાહી નો અર્થ એ થાય કે લોકો દ્વારા થતું શાશન, એટલે જ અવારનવાર શહેરોમાં કોઈ ગુનો કરવો સામન્ય વાત બની ગઈ છે.  નાની-નાની વાતમાં એકબીજાની હત્યા અને મારઝૂડ સહિતના બનાવો અવારનવાર અને રોજ જ બનતા હોય છે. ત્યારે હવે રામોલ વિસ્તારથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રામોલમાં લુડો ગેમ રમવાની સામાન્ય બાબતને લઈને એક વ્યક્તિને છરીના ઘા મારવામાં આવ્યા.

નાની-નાની વાતમાં ગુસ્સો કરવો એ જાણે લોકોની આદત બની ગઈ છે. અને આ જ ગુસ્સો તેમને ના કરવાના કામ કરવા પ્રેરે છે. આવો જ બનાવ બન્યો શહેરના રામોલ વિસ્તારમાં, જ્યાં રામોલમાં આવેલ વેલકમ હોટલ પાસે રાત્રે ટોળું વળીને હોમગાર્ડમાં ફરજ બજાવતો નિલેશ અને તેના 4 જેટલા મિત્રો લુડો ગેમ રમી રહ્યા હતા. જ્યાં આ અવાજ બહુ થતો હોવાથી ત્યાંજ બેસેલા શાહિદ ખાને નિલેશને ‘તમે અહીંયા લુડો ગેમ રમો છો અને અવાજ કરો છો તમારે અહીંયા ગેમ નહીં રમવાની’ તેમ કહેતા ઉશ્કેરાયેલા નિલેશ નામના આરોપીએ શાહિદ ખાનને છરીના ઘા માર્યા હતા.

કદાચ એ લોકો શાંતિથી અથવા ગુસ્સા વગર લૂડોની રમત રમ્યા હોત તો એ માણસ જીવન અને મોત વચ્ચે સંઘર્ષ ન કરતો હોત. પણ ગેમ રમવાની મનાઈ કરતા તેના બદલા સ્વરૂપ મારેલ છરીના ઘાથી શાહિદનું મોત પણ થઇ શકે. માટે આ ઘટના પરથી સાબિત એ થાય છે કે માણસને યંત્ર અને યંત્રમાં આવતી રમતો માણસના જીવ કરતા વધારે મહત્વ ની છે। શાહિદ પર કરેલ હુમલામાં અન્ય લોકો વચ્ચે પડતા તેનો જીવ બચી ગયો અને આરોપી નિલેશ ભાગી ગયો હતો. જો કે, પોલીસે તેને દબોચી દીધો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *