આ યુવતીએ પોતાના મોહજાળમાં ફસાવી કેટલાય મોટા માથાઓ પાસેથી પડાવ્યા લાખો રૂપિયા

અનેક લોકોને વોટસએપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ઘરના તમામ સભ્યોને જાણ કરવાની અને પોલીસમાં ફરીયાદ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી લાખો રૂપિયા…

અનેક લોકોને વોટસએપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ઘરના તમામ સભ્યોને જાણ કરવાની અને પોલીસમાં ફરીયાદ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી લાખો રૂપિયા ખંખેરી લેનારી યુવતી સામે આખરે ફરીયાદ નોંધાઈ છે. ચોકબજાર પોલીસ મથકમાં નોંધાયેલી આ ફરીયાદીમાં યુવાનને બ્લેકમેઈલ કરી રૂપિયા ૧૦ લાખની માંગણી કરી હોવાની અને આ યુવાન સહિત અન્ય અનેક લોકોને પણ બ્લેકમેઈલ કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમાજમાં આબરૂ જશે એ ડરના કારણે કોઈ ફરીયાદ નોંધાવવાની હિંમત કરતુ ન હતું. જેના કારણે આ યુવતીને અને એની ટોળકીને જાણે કે મોકલુ મેદાન મળી ગયુ હતું.

વેડરોડ પરની આશીર્વાદ સોસાયટીમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન ચોકબજાર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદ મુજબ કૃપા કનુ ડોબરિયાએ સોશિયલ મિડીયા મારફતે સંપર્ક કરી પોતે છુટાછેડા લીધા હોવાની ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ રૂબરૂ મળવા બોલાવી વાત આગળ ધપાવી હતી. ત્યારબાદ તું મારી સાથે લગ્ન કર અથવા રૂપિયા 10 લાખ આપ નહીંતર તારા ઘરે આવી હું આપણા સંબંધોની જાણ કરી દઈશ, પોલીસમાં ફરીયાદ કરીશ અને મહીલા મંડળને તારા ઘરે લાવી તારી અને તારા પરિવારને બદનામ કરી દઈશ.

આ રીતે બ્લેકમેઈલ કરી રૂપિયા ૧૦ લાખની માંગણી કરવામાં આવી હતી. પણ આ યુવાને હિંમત કરી નાણાં ચુકવવાની અને લગ્ન કરવાની ના પાડી દીધી તો આ યુવતીએ પોત પ્રકાશયુ અને કામરેજ પોલીસ મથકમાં યુવાન વિરુધ્ધ ફરીયાદ પણ કરી. કાયદાની જંગ ખેલાયા બાદ આખરે હાઈકોર્ટ યુવાનની ધરપકડ પર સ્ટે આપેલ હતો. ત્યારબાદ આ યુવાને હિંમત કરી કૃપા ડોબરિયા સામે ફરીયાદ નોંધાવી હતી.

આ અગાઉ બે વ્યકિત પાસેથી રૂપિયા ૩૬ લાખ ખંખેરી લીધા હતા.

આ ફરીયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ યુવતીએ અને તેની ટોળકીએ અગાઉ બે વ્યકિત પાસેથી રૂપિયા ૩૬ લાખ ખંખેરી લીધા છે. એક વ્યક્તિ પાસે રૂપિયા ૩૦ લાખ અને બીજી વ્યક્તિ પાસે રૂપિયા 6 લાખ બળજબરીપુર્વક કઢાવી લેવામાં આ ટોળકી સફળ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *