પ્રમુખસ્વામી નગરમાં મોટી-મોટી હોટલોને પણ ટક્કર મારે એવું મેનેજમેન્ટ:100થી વધુ ફૂડ આઇટમ -લાખો લોકો જમે છતાં ભોજન ખૂટતું નથી

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ: ગુજરાતના અમદાવાદ ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. પ્રમુખ સ્વામી નગmahant swamiર(Pramukh Swami Nagar) એટલું ભવ્ય…

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ: ગુજરાતના અમદાવાદ ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. પ્રમુખ સ્વામી નગmahant swamiર(Pramukh Swami Nagar) એટલું ભવ્ય અને વિશાળ છે કે, એક દિવસમાં બધુ વ્યવસ્થિતિ રીતે જોઈ લેવું કદાચ શક્ય ન પણ બને. શતાબ્દી મહોત્સવની દરરોજના લાખો હરિભક્તો મુલાકાત લઈ રહ્યા છે. નગરમાં 30 પ્રેમવતી ઊભી કરવામાં આવી છે, તેમાં વિવિધ પ્રકારના નાસ્તાથી લઈને ભોજન સહિતની વસ્તુઓ મળી રહી છે. 3900 હરિભક્તની ટીમ પ્રેમવતીમાં સેવા કરી રહી છે. પ્રેમવતીમાં 100થી વધુ ફૂડ આઇટમ છે.

નગરમાં આવેલી 11 નંબરની પ્રેમવતીનું આયોજન ઓસ્ટ્રેલિયાથી આવેલા નિલેશ મિસ્ત્રી અને અમદાવાદનાં નીલાબેન ગદાણી કરી રહ્યા છે. તેમની સાથે વાત કરતા જેમને કહ્યું કે, નગરમાં દેશ વિદેશથી લાખો હરી ભક્તો દર્શન માટે આવે છે. તેમને ભોજન અને નાસ્તો મળી રહે તે માટે 30 જેટલી પ્રેમવતીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રેમવતીમાં ત્રણ કેટેગરીમાં વસ્તુઓ મળે છે. એક ગરમ ભોજન, બીજું નાસ્તા અને ત્રીજું ઠંડી વસ્તુઓ જેમાં કોલડ્રિગ્સ અને આઇસક્રીમ આવે છે. અહી ખીચડી, ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ અને ફાસ્ટફૂડમાં પિત્ઝા કુલ 100થી વધુ પ્રકારની વસ્તુઓ અહીં મળી રહી છે. તેમાંથી મુલાકાતીઓની ડિમાન્ડ સ્વામિનારાયણ ખીચડી અને પિત્ઝાની છે.

30 પ્રેમવતી માંથી એક મોટી પ્રેમવતીમાં રોજે લગભગ 2500 કરતાં વધુ લોકો મુલાકાત લેય છે. સવથી વધુ ડિમાન્ડમાં સ્વામિનારાયણ ખીચડી અને પિત્ઝા છે. તેથી એક દિવસમાં 5 ટન ખીચડી બનાવામાં આવે છે. લોકો એનો લાભ લઈ રહ્યા છે. 1 લાખથી વધુ મુલાકાતીઓ સુધી ભોજન પહોંચાડવા માટે હાઈફાઈ ટેક્નોલોજીવાળા મશીનથી ભોજન તૈયાર કરવામાં આવે છે. તેથી ખૂબ જ ઓછા સમયમાં ભોજન તૈયાર થાય છે. સવારે 3 વાગ્યાથી રસોડું શરૂ થઈ જાય છે, જે રાત્રિના 10 વાગ્યા સુધી ચાલે છે.

પ્રેમવતીમાં 3900 જેટલા હરિભક્તો સેવા કરી રહ્યા છે. જેમાં 1700 જેટલા હરિભક્તો પ્રોડક્શનની કામગીરીમાં છે. તો 2200 જેટલા હરિભક્તો ફૂડ ડિસ્ટ્રિબ્યુશનથી લઈને ફૂડ સપ્લાયમાં છે. તેમાંથી 2200 મહિલા અને યુવતીઓ છે. નીલાબેન ગદાણીએ જણાવ્યું કે, પ્રેમવતીમાં કસ્ટમર સર્વિસ, ફૂડ ડિલિંગ, કેસિયર, પ્રોડક્ટ મેનેજર જેવા વિવિધ વિભાગો બનાવ્યા છે. હિલાઓ બે શિફ્ટમાં કામ કરી રહી છે. પહેલી શિફ્ટ સવારે 7.30થી 3 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 3 વાગ્યાથી 10 વાગ્યા સુધીની છે.

તેથી શતાબ્દી મહોત્સવ શરૂ થાય એ પહેલાં અંદાજે બે મહિના સુધી આ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોએ મહિલાઓને ટ્રેનિંગ આપી હતી, તેથી મોટી સંખ્યામાં લોકો આવી રહેલા તેમ છતાય સુચારુ રીતે આયોજન કરી રહ્યા છીએ. આ પ્રેમવતીમાં 14 પ્રકારના આઈસક્રીમ, 13 પ્રકારનાં નમકીન, 8 પ્રકારના ફાસ્ટફૂડ , 5 પ્રકારનાં ભોજન 11 પ્રકારનાં ઠંડાં પીણાં અને 5 પ્રકારનાં ગરમ પીણાં મળી રહ્યાં છે. અહી 10 રૂપિયાથી લઈને વધુમાં વધુ 100 રૂપિયા સુધીમાં વસ્તુઓ મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *