એક તરફી પ્રેમમાં વિવાહિત પુરુષે મહિલા ટીચરને જીવતી સળગાવી

કોલેજમાં ભણાવનારી 24 વર્ષની યુવતીને એક 27 વર્ષના વિવાહિત પુરુષે લગ્ન માટે ના પાડતાં જીવતી સળગાવી દીધી. આ ગોઝારી ઘટના મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાની છે.

આ ઘટના વર્ધાના હિંગનઘાટના નંદ ઓરી ચોકમાં સોમવારે સવારે સાત વાગ્યાની છે. પેટ્રોલ થી સળગાવ્યા બાદ પીડિતાને હાલત ગંભીર છે. પહેલા તેને જીલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી, ત્યારબાદ નાગપુરના ઓરેન્જ સીટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી.

આ વિશે હિંગનઘાટ પોલીસે જણાવતા કહ્યું કે પીડિતાની ઉંમર ૨૪ વર્ષ છે. તે છેલ્લા સાત મહિનાથી એક વુમન્સ કોલેજ માં અભ્યાસ કરાવી રહી હતી.

પીડિતા સામે ઘણી વખત તે વ્યક્તિએ પ્રેમ પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ પીડિતાએ હા પાડી ન હતી. એ વાતથી ગુસ્સામાં આવી યુવકે પીડિતાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી.

ઘટના બાદ પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા આરોપીને પકડી લેવામાં આવ્યો છે.આરોપી પીડિતાને ચાહતો હતો. આરોપીના લગ્ન થઈ ચૂક્યા છે. તેની પીડિતા સાથે ઓળખ હતી. તે પીડિતાના લગ્ન બીજી અન્ય જગ્યાએ નક્કી થઈ જવાથી નારાજ હતો. જે બાદ તેણે પીડિતાને સળગાવવાનું ખોફનાક પગલું ભર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *