Surat News: સુરતમાં વરાછા વિસ્તારમાં એક મહિલાને ગર્ભાશયમાં જટિલ ગાંઠ હતી. જે બાદ તેને ચેકઅપ કરાવતા આ ગાંઠ જોખમી અને 2 કિલોની હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ડાયમંડ હોસ્પિટલના ડોકટરે વરાછાની મહિલાને ગર્ભાશયમાંથી 2 કિલોની ગાંઠને જટીલ સર્જરી (Surat News) કરી દૂર કરાઈ હતી. આવી સર્જરીમાં બ્લીડિંગ વધુ થતું હોવાથી ગર્ભાશય કાઢી નાંખવું પડે છે, જ્યારે આ દર્દીનું ગર્ભાશય બચાવી લેવાયું હતું. સામાન્ય રીતે 50 હજારમાં થતી આ સર્જરી ડાયમંડ હોસ્પિટલમાં માત્ર 15 હજારમાં થઇ હતી.
ગર્ભાશયમાંથી 2 કિલોની ગાંઠ દૂર કરવામાં આવી
વરાછા વિસ્તારમાં રહેતી મીનાક્ષી ચાવડા (40)ને 6 મહિનાથી પેટમાં દુ:ખાવો અને બ્લીડિંગ થતું હતું. જે બાદ તેનું નિદાન કરાવવામાં આવ્યું હતું. જેમાં 2 કિલોની ગાંઠ ગર્ભાશયમાં હોવાનું સામે આવ્યું હતું. જોકે ખર્ચ વધુ હોવાથી સર્જરી કરાવી ન હતી.
દરમિયાન વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં રાહતદરે સર્જરી થશે એવું જાણી ગાયનેકોલોજીસ્ટ ડો. રિદ્ધિ વાઘાણીને બતાવ્યું હતું. આખરે ડો. રિદ્ધિ અને તેમની ટીમે સર્જરી કરી 16x16x13 સેમીની અને 2 કિલોની ગાંઠ દૂર કરી હતી. દર્દીને સોમવારે રજા અપાઈ હતી.
ગર્ભાશય દૂર કર્યા વગર કરી સર્જરી
આ અંગે ડોકટરે જણાવ્યું કે દર્દીને બે પુત્રી હોવાથી પુત્ર માટેની ઝંખના હતી, જેથી ગર્ભાશય બચાવવું જરૂરી હતું. સામાન્ય રીતે 3થી 4 સેમીની ગાંઠ હોય છે, પરંતુ આવી ગાંઠ 10 હજારે 1 દર્દીમાં હોય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App