ક્યારે સુધરશે આવા નરાધમો? ધારીમાં 5 વર્ષની બાળકી સાથે આધેડે દુષ્કર્મ આચર્યું દુષ્કર્મ, જાણો સમગ્ર ઘટના

Amreli News: અમરેલી જિલ્લામાં પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કરી તેની સાથે કુકર્મ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં પોલીસે (Amreli News) આરોપી વિરુદ્ધ પોક્સો કાયદા અંતર્ગત કાર્યવાહી કરી છે.

સમાજમાં અમુક ઘટનાઓ એવી બનતી હોય છે જે સમાજ માટે લાલબત્તી સમાન હોય છે. હાલમાં અમરેલીમાં જે ઘટના ઘટી તે બાળકીઓની સુરક્ષા ને લઈને સમાજને વિચારવા મજબૂર કરી દે તેવી છે. હૈયું હચમચાવી દેનારી આ ઘટનામાં અમરેલી જિલ્લાના ધારી ખાતે પાંચ વર્ષની માસુમ બાળકી સાથે આધેડ વિકૃત મગજના નરાધમે અડપલા કરી તેની સાથે દુષ્કર્મ આચાર્યું હતું. પોલીસે આધેડ નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

અમરેલી જિલ્લાના ધારી ગામે ફળ વેચનારો હિંમત બોસમીયા એ આ હલકું કૃત્ય કર્યું છે. આરોપીએ ગઈકાલે બપોરે ધારીની લોજમાં કામ કરતી મહિલાની પાંચ વર્ષની માસુમ બાળકી સાથે હડપલા કરી દુષ્કર્મ કર્યું હતું. પાંચ વર્ષની માસુમ બાળકી સાથે આ નરાધમ હિંમત બોસમીયાએ દુષ્કર્મ આચરતા સમગ્ર ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. અને આ નરાધમને બરાબરનો મેથીપાક આપ્યો હતો અને ત્યારબાદ તેને પોલીસને હવાલે કરાયો હતો.