ઘોર નિંદ્રામાં સુતેલું તંત્ર ક્યારે જાગશે? ગાયે એક આધેડને અડફેટે લઈ દસ ફૂટ સુધી ફંગોળ્યા- વિડીયો જોઇને આત્મા કંપી ઉઠશે

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેરના ચોખંડી(Chokhandi) વિસ્તારમાં જી.ઇ.બી.ની ઓફિસ નજીક પસાર થઇ રહેલા એક આધેડને ગાયે ભેટી પડતા દસ ફૂટ સુધી ફંગોળાઇ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી(CCTV)માં…

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેરના ચોખંડી(Chokhandi) વિસ્તારમાં જી.ઇ.બી.ની ઓફિસ નજીક પસાર થઇ રહેલા એક આધેડને ગાયે ભેટી પડતા દસ ફૂટ સુધી ફંગોળાઇ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી(CCTV)માં કેદ થયેલાં દૃશ્યોના આધારે પોલીસ દ્વારા આધેડને ભેટીએ ચઢાવનાર ગાયના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ ગોરવા વિસ્તારમાં ગાયે એક વૃદ્ધને ભેટી મારતાં થાપામાં ફ્રેક્ચર થવા પામ્યું હતું. ઉચ્ચ હોદ્દા ઉપરથી જાહેરાતો કરી વચનો આપવામાં માહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો શહેરને રસ્તા ઉપર રઝળતી ગાયોથી મુક્ત કરાવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

લોકો દ્વારા ઇજા પામેલા આધેડને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા:
મળતી માહિતી અનુસાર, શહેરના ચોખંડી નાની શાક માર્કેટ પાસે આવેલી જી.ઇ.બી.ની ઓફિસ નજીકથી એક આધેડ ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી દોડી આવેલી ગાયે આધેડને ભેટી મારતા ચઢાવતાં દસ ફૂટ સુધી ફંગોળાઇ ગયા હતા. આધેડને ગાયે ભેટીએ ચઢાવતાં જ સ્થાનિક લોકો તેમની મદળ માટે આગળ દોડી ગયા હતા. ગાયની ભેટીથી રસ્તા ઉપર ફંગોળાઇ જતાં ઇજા પામેલા આધેડને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

શહેરમાં ઉપરાછાપરી ગાયો દ્વારા હુમલાની વધી રહેલ ઘટનામાં શુક્રવારે વધુ એક બનાવ બનતાં શહેરીજનોમાં ભયાનક માહોલ સર્જાઈ જવા પામ્યો છે. ગાયોથી લોકોને બચાવવા માટે સત્તાધારીઓ દ્વારા તમામ પ્રકારના નિષ્ફળ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે વિવિધ કામો માટે નીકળતા લોકોએ હવે ગાયોથી બચવા માટે જાતે જ કાળજી રાખવી લેવી પડશે તેવું આ પ્રકારની ઘટના પરથી સાબિત થઇ ગયું છે. છેલ્લા 48 કલાકમાં ગાયે ભેટી મારવાની બનેલી બીજી ઘટનાને પગલે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શહેરમાં ગાયો દ્વારા હુમલાની ઘટનાઓ રોજ બની રહી છે, પરંતુ પંદર દિવસમાં શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોથી મુક્ત કરવાની જાહેરાત કરનાર મેયર સહિત પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી કોઇ ખાસ પ્રકારની કામગીરી કરવામાં ન આવતાં શહેરીજનોનો વિશ્વાસ ઉચ્ચ હોદ્દા પરથી જાહેરાતો કરી રહેલા રાજકારણીઓ પરથી હવે ઊઠી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *