હજુ તો જુવાનીનો તાતણો ફૂટ્યો નથી ત્યાં, સુરતના બે સગીરોએ 15 વર્ષની સગીરા સાથે આચર્યું દુષ્કર્મ- ક્યાંથી પ્રેરાય છે આ યુવાનો?

સુરત: સુરત (Surat)માં દુષ્કર્મ (Mischief)ના કેસો ખુબ જ વધી રહ્યા છે. આ સ્થિતિમાં વધુ એક દુષ્કર્મની ઘટના શહેરનાં માનદરવાજા વિસ્તાર (Mandarwaja area)માંથી સામે આવી છે. આ ઘટનામાં દુષ્કર્મ આચરનાર પરિવારનો જ સભ્ય હોવાનું સામે આવતા હાહાકાર મચી ગયો છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાસ્તવમાં, સુરત માનદરવાજા ખાતે રહેતી 15 વર્ષીય સગીરાને સ્થાનિક વિસ્તારમાં જ રહેતા યુવક સાથે મિત્રતા હતી. અને આ વાતની જાણ પડોશમાં રહેતા 17 વર્ષનાં બે સગીરોને હતી. તેથી તે બંને નરાધમોએ આ વાતનો ફાયદો ઉઠાવ્યો હતો. આરોપીઓએ ગત 7મી એપ્રિલે બપોરનાં સમયે પીડિતાને કામના બહાને પોતાના ઘરે બોલાવી હતી. અહીં બળજબરીથી સગીરાને પહેલા માળે લઇ જઇ બોયફ્રેન્ડ સાથેના ફોટા બતાવ્યા હતા. અને આ ફોટા તેનાં માતા – પિતાને બતાવવાની ધમકી આપી હતી.

આ પછી બંને નરાધમોએ પીડિતા સાથે વારાફરથી દુષ્કર્મ આચર્યું હતું. આ સિવાય એક સગીરે પોતાના મોબાઇલમાં વીડિયો પણ ઉતારી લીધો હતો. આ ઘટના બની ત્યારે બંને આરોપીના બે સગીર મિત્રોએ ઘરની ગેલેરીમાં ઊભા રહી પહેરો ભર્યો હતો. આટલું જ નહિ, અશ્લીલ વીડિયો વાયરલ કરી દેશે આવું કહી પીડિતાને બ્લેકમેઇલ પણ કરાઈ હતી.

આ સમગ્ર મામલો સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસે બળાત્કાર, મારપીટ પોક્સો અને આઇટી એક્ટની કમલો અંતર્ગત ગુનો નોંધી દુષ્કર્મ કરનારા બે અને પહેરો ભરનારા બે એમ ચાર સગીરોની અટકાયત કરી હતી.હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *