ગુગલ મેપનો રસ્તો મોત સુધી લઇ ગયો! બહેનને મળવા જતા ભાઈ સાથે બની એવી ઘટના કે, જાણી તમે પણ રડવા લાગશો

Vadodara Accident: વડોદરા શહેરના આજવા(Ajwa) વિસ્તારમાં સગરી લાયસન્સ નથી તેમ છતાં, બાઇક લઇને નીકળ્યો હતો. ગુગલ મેપ(google map) ચાલુ કરીને નીકળેલ સગીર એક્સપ્રેસ હાઇવે(Express Highway) ઉપર પહોચ્યો હતો અને ત્યાર બાદ મોટર સાઇકલ લઈને રીટર્ન આવી રહ્યો હતો અને આ દરમિયાન પસાર થઇ રહેલા અજાણ્યા વાહનમાં ભટકાતા અકસ્માત(Accident)માં તેનું કરુણ મોત નીપજ્યું હતું.

ગુગલ મેપે બતાવેલા રસ્તા મુજબ એક્સપ્રેસ હાઇવે ઉપર ચઢી ગયો:
મળતી માહિતી અનુસાર, વડોદરાના આજવા રોડ ઉપર સી-402, સેવાકુંજ સોસાયટીમાં રહેતો 17 વર્ષનો પ્રથમ પ્રકાશભાઇ રામવાણી પોતાની પાસે લાયસન્સ ન હોવા છતાં, બાઈક લઇને બિન્દાસ પણે નીકળ્યો હતો. ગુગલ મેપ ચાલુ કરીને બાઇક લઇને નીકળેલો પ્રથમ ગુગલ મેપે બતાવેલા રસ્તા અનુસાર એક્સપ્રેસ હાઇવે ઉપર પહોંચી ગયો હતો.

મહત્વનું છે કે, એક્સપ્રેસ હાઇવે ઉપર ચઢી ગયા બાદ તેણે લાગ્યું કે, પોતે કઈ ખોટા રસ્તા ઉપર ચઢી ગયો હતો. આથી તે પોતાની મોટર સાઇકલ રીટર્ન કરી પાછો આવી રહ્યો હતો. તે સમયે એક્સપ્રેસ હાઇવે બાજુ  પુરપાટ પસાર થઇ રહેલા અજાણ્યા વાહનમાં ભટકાઇ જવાને કારણે તેનું દર્દનાક મોત નીપજ્યું હતું. આ અરેરાટી ભર્યા અકસ્માતના બનાવ અંગેની જાણ મંજુસર પોલીસને થતાં તાત્કાલિક જ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.

માર્ગદર્શન બોર્ડ લગાવ્યા નથી: લાગ્યા આરોપ
અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં મોતને ભેટેલ પ્રથમ મોટર સાઇકલ લઇને છાણી બહેનના ઘરે જઇ રહ્યો હતો. આ દરમિયાન તે એક્સપ્રેસ હાઇવે ઉપર ચઢી જવાને કારણે યુટર્ન લેતા સમયે અજાણ્યા વાહન સાથે અથડાતા મોતને ભેટ્યો હતો. પરિવારજનોએ હાઇવે ઓથોરીટી દ્વારા કોઇ માર્ગદર્શન આપતા બોર્ડ લગાવ્યા ન હોવાથી દર્દનાક અકસ્માત સર્જાયો હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *