પક્ષી જગતની હિચકારી ઘટના… હત્યારી માતાએ જ બચ્ચાને માળા પરથી નીચે ફેંકી દીધું- કારણ જાણી આંચકો લાગશે

Viral Video: કહેવાય છે કે, ‘ભગવાન દરેક જગ્યા પર નથી હોય… ને એટલે જ તેમણે માતાનું નિર્માણ કર્યું છે’ દરેક માતા પોતાના બાળકને ખુબજ પ્રેમથી…

Viral Video: કહેવાય છે કે, ‘ભગવાન દરેક જગ્યા પર નથી હોય… ને એટલે જ તેમણે માતાનું નિર્માણ કર્યું છે’ દરેક માતા પોતાના બાળકને ખુબજ પ્રેમથી ઉછેરે છે અને તેની કાળજી રાખે છે, કે કોઈ પણ પ્રકારની સમસ્યા તેના બાળકને ન થાય. પછી ભલેને તે પ્રાણી હોય કે પક્ષી… દરેક વ્યક્તિ પોતાના સંતાનોને સુરક્ષિત રાખવા માટે પોતાનાથી થતા બધાજ પ્રયાસો કરે છે. પરંતુ આજકાલ જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેને જોતા તમને ખુબજ આશ્ચર્ય લાગશે, વીડિયો જોયા બાદ તમારા મનમાં અવશ્ય સવાલ ઉત્પન્ન થશે કે, કોઈ માતા આવું કેવી રીતે કરી શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટર્ફોમ ટ્વિટર પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક માદા પોતાનાજ બચ્ચાંને માળામાંથી બહાર ફેંકી રહી છે. માદા પહેલા પોતાના બચ્ચાંને ચાંચમાં પકડે છે અને ત્યારબાદ માળામાંથી નીચે ફેંકી દેવા આગળ વધે છે અને માદા પોતાના બચ્ચાંને ફેંકવાની કોશિશ  કરે છે, માદા બાળકને ફેકવા માટે ઘણા પ્રયત્નો કરે છે પણ સફળ જતી નથી અને છેલ્લી ટ્રાયમાં માદા સફળ થાય છે અને ઘા કરીને બચ્ચાંને માળા માંથી  ફેંકી દે છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઝાડ પર ઊંચે એક માળો છે અને માળામાં ત્રણ બચ્ચાં બેઠા છે,  જેમાથી તેની માતા એક બચ્ચાંને નીચે ફેંકી દે છે. આ વાયરલ વીડિયોમાં જોયા બાદ અનેક યૂઝર્સ સવાલ પૂછી રહ્યા છે કે, માદા સારસે આવું કેમ કર્યું હશે? એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, ક્યારેક કુદરત ખૂબ જ ક્રૂર વર્તન કરે છે.

ત્યારે અન્ય એક યૂઝર્સએ કોમેન્ટ કરી કે, ‘મા નથી વિચારી રહી, તે અત્યારે ઉડી શકે તેમ નથી.’ ત્યારે શુભમ નામના એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘આવી મા કોઈને ન આપશો’ અન્ય એક રાજેન્દ્ર નામના એક ટ્વિટર યુઝરે કમેન્ટ કરી કે, તેમણે આવું કેમ કર્યું? તેમના બાળક સાથે આવું કોણ કરે છે? અને સૂરજ સિંહ નામના યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ક્રૂર મા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *